એક ‘કોમન’ ફ્રેન્ડને ત્યાં આફ્રિદી અને મિયાંદાદે સુલેહ કરી લીધી

બંને દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે આખરે સમાધન

(એજન્સી)     કરાચી, તા.૧૬

પાકિસ્તાન ક્રિકેટ ટીમના બંને પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદ અને શાહિદ આફ્રિદી વચ્ચે હવે સમાધાન થઈ ગયું છે. બંને દિગ્ગજ ક્રિકેટરોએ એક કોમન મિત્રને ત્યાં બેસીને પોતાના વચ્ચે વિવાદને લઈને સમાધાન કરી લીધું છે. મુલાકાત દરમ્યાન શાહિદ આફ્રિદીએ મિયાંદાદને જણાવ્યું હતું કે તમેમારા માટે ખોટી વાત કરી હતી. તેના જવાબમાં મિયાંદાદે જણાવ્યું હતું કે તેમણે જે કઈ કહ્યું તે ગુસ્સામાં કહ્યું હતું. હું તારાથી મોટો છું. તેના જવાબમાં આફ્રિદીએ જણાવ્યું કે તમે મારાથી મોટા છો. જો મેં કોઈ ભૂલ કરી હોય તો હું તમારી માફી માંગું છું. આ રીતે હવે બંને વચ્ચેની તકરારનો અંત આવી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મિયાંદાદે આફ્રિદી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેના જવાબમાં આફ્રિદીએ મિયાંદાદ વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. શાહિદ આફ્રિદી અને જાવેદ મિયાંદાદ વચ્ચે તાજો વિવાદ વેલકમ મેચને લઈને થયો હતો. રિપોર્ટસ અનુસાર આફ્રિદી પોતાના માટે એક ફેરવેલ મેચ ઈચ્છતો હતો. તેના પર મિયાંદાદે આફ્રિદી પર પૈસા માટે રમવાનો આરોપ મૂક્યો હતો. મિયાંદાદે જણાવ્યું હતું કે તે પુરવાર કરી શકે છે કે આફ્રિદીએ મેચ વેચી હતી. તેની સામે આફ્રિદીએ વળતો હુમલો કર્યો હતો. આફ્રિદીએ આ મુદ્દે કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી આપતા જણાવ્યું હતું કે મિયાંદાદે આવી હલકી વાત કરવી જોઈએ નહીં. ઈમરાન ખાન અને મિયાંદાદમાં આજ ફરક છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks