National

આજથી તમને તમારી રીતે બોલવાની આઝાદી : પીએમ મોદીનો વિદાય લઈ રહેલા અન્સારીને રાજી કરવાનો પ્રયાસ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
રાજ્યસભામાં ગુરૂવારે તમામ પક્ષોના નેતાઓએ સભાપતિના રૂપમાં હામિદ અન્સારીના કાર્યકાળની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તમામે કહ્યું કે, હામિદ અન્સારીએ સૂઝબૂઝ સાથે ગૃહનું સંચાલન કર્યું હતું અને ઘણા મહત્વપૂર્ણ પ્રસંગોએ તેમના અનુભવનો લાભ મળ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યસભામાં સદનના નેતા અરૂણ જેટલી, વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ સહિત વિવિધ પક્ષોના નેતાઓએ ગૃહ સંચાલનમાં તેમના લચકદાર વલણને પણ ટાંક્યું હતું. સભાપતિના રૂપમાં ૧૦ વર્ષનો કાર્યકાળ પુરો થવાના અવસરે અન્સારીએ સદનના સંચાલનમાં સહયોગ બદલ તમામ પક્ષોના સભ્યોનો આભાર માન્યો હતો.
ભાજપના વરિષ્ઠ નેતા એમ વેેંકૈયા નાયડુ એનડીએના ઉમેદવાર તરીકે ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમાયા હતા. નવા સભાપતિ તરીકે નાયડુનું ઉચ્ચ સદનમાં સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ અન્સારીની સેવાઓને બિરદાવતા દેશ અને બંને સદનો તરફથી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપતા તેમના સ્વસ્થ જીવનની કામના કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સભાપતિ તરીકે અન્સારીની લાંબાગાળાની સેવા પ્રશંસનીય રહી છે અને તેમને વિશ્વાસ છે કે, અન્સારી સેવાનિવૃત્તિ બાદ અવશ્ય નવા ક્ષેત્ર તરફ જશે. તેમણે જણાવ્યું કે, અન્સારીની પૃષ્ઠભૂમિ એક મહત્વપૂર્ણ પરિવાર સાથે રહી છે. અન્સારી એક રાજદ્વારી પણ રહી ચૂક્યા છે અને મને વડાપ્રધાન બન્યા બાદ જાણવા મળ્યું કે, એક રાજદ્વારીની ભૂમિકા શું હોય છે. તેમના શબ્દો અને હાથ મિલાવવાની રીતો, દરેક બાબતનો એક અલગ સંકેત હોય છે. અન્સારીના કાર્યકાળનો એક લાંબો ગાળો પશ્ચિમ એશિયા સાથે સંકળાયેલો છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, અન્સારી પાસે સભાપતિના રૂપમાં ૧૦ વર્ષ સુધી એક અલગ પ્રકારની જવાબદારી રહી જેને તેમણે સારી રીતે નિભાવી. આજે સેવાનિવૃત્તિ બાદ તેમને મુક્તિનો આનંદ પણ મળશે. વડાપ્રધાને કહ્યું કે, તમારી સાથે જ્યારે મારી મુલાકાત થતી ત્યારે તમારી અંતઃદૃષ્ટીનો અનુભવ થતો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.