Gujarat

આંગણવાડી કાર્યકર સાથે દુષ્કર્મ આચરનાર ભાજપના પૂર્વ મહામંત્રી તડવીની ધરપકડની માગણી

રાજપીપળા, તા.૧૭
ગરુડેશ્વર તાલુકાના બારખાડીની આંગણવાડી મહિલા કાર્યકરને નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી જયંતી ગોવિંદ તડવી (શાકવા) એ એકલતાનો લાભ લઈ બળજબરીથી દુષ્કર્મ કર્યું હોવાની ગરુડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની વિરુદ્ધ ઇ.પી.કો.કલમ ૩૭૬ મુજબ ગુનો નોંધ્યો હતો. તે છતા હજુ સુધી કેમ કોઇ પગલા ભરાયા નથી, તેની ધરપકડ કરાઈ નથી ? એવા પ્રશ્ન સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસના કાર્યકરો નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી ગુનેગારની ધરપકડ થાય એ માટે ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ રૂચિકા વસાવા,બાંધકામ સમિતિ ચેરમેન દિનેશ તડવી, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અંગિરા તાડવી, રમણ તડવી, વાસુદેવ વસાવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો મહિલા કાર્યકરો હાજર રહ્યા હતા.
નર્મદા જિલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગરીયાને લેખિત આવેદન આપી તાત્કાલિક ધરપકડ કરવા ઉગ્ર માંગ કરી હતી,જો આમ નહિ થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ આપી હતી. જો કે જિલ્લા પોલિસ વડાએ પણ પોલિસ એ દિશામાં તપાસ કરી રહી હોવાનું તથા ગુનેગારને જલ્દી પકડી પાડશે ની હૈયા ધારણા આપી હતી. આ બાબતે પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવાએ જણાવ્યું હતું કે એક ભાજપના આગેવાન બેફામ બની સત્તાનો દુરઉપયોગ કરી કચેરીમાં આંગણવાડી મહિલા કાર્યકરને નોકરી પરથી કાઢી મુકવાનું કે આર્થિક લાભ આપવાની લાલચ આપી શોષણ કરતા હોવાની બાબત શરમજનક કહેવાય. ભાજપના જ કાર્યકરો મહિલાઓ સાથે શારીરિક દુષ્કર્મ કરે છે અને બહાર મહિલા સશક્તિકરણનું નાટક કરે છે. આવા ઢોંગી નેતાઓને કોઇ કારણે છોડાય નહીં, સૌથી વધુ ભાજપા શાસનમાં દુષ્કર્મો થયા છે. રાજ્યમા કાયદો અને વ્યવસ્થા જળવાતી નથી, મહિલાઓનો આવા રાજકીય આગેવાનોનો હાથો બનાવી ઉપયોગ કરે છે. આવા નેતાઓને કડક સજા કરવી જોઈએ. કોંગ્રેસ મહિલાઓની પડખે છે. આ મહિલાને ન્યાય અપાવીને ઝંપીશું ની વાત કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  CrimeGujarat

  કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

  મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
  Read more
  CrimeGujarat

  વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

  વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.