(એજન્સી) નાગપુર, તા. રર
રાફેલ ડીલ અંગે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંકો હોલેન્દેની ટિપ્પણી પુરવાર કરે છે કે રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થયો છે. જે મોટું કૌભાંડ છે તેમ આમ આદમી પાર્ટી નેતા સંજયસિંગે જણાવ્યું છે.
રાજ્યસભાના સાંસદ આપ નેતા સંજયસિંગે કહ્યું કે ફ્રાંકોસે કહ્યું છે કે રાફેલ સોદા માટે ભારત સરકારે અનિલ અંબાણીના નામની દરખાસ્ત કરી હતી. તેથી ફ્રાંસ પાસે અંબાણી સિવાય કોઈ વિકલ્પ ન હતો.
ફ્રેન્ચ અખબારમાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંકોસીને ટાંકીને જણાવાયું છે કે રાફેલ સોદામાં વચેટીયા તરીકે અનિલ અંબાણીનું નામ ભારત સરકારે સૂચવ્યું હતું. પ૮ હજાર કરોડના સંપૂર્ણ લડાકુ વિમાન સોદામાં કંપનીને અંબાણી સાથે ચર્ચા કરવા સૂચના આપી હતી. શા માટે મોદી સરકારે રિલાયન્સ ડીફેન્સની તરફેણ કરી ? યુપીએ-રમાં આ સોદો થયો હતો. ૪પ૦ કરોડના વિમાનની કિંમત રૂા.૧૬૭૦ કરોડ કેવી રીતે થઈ ? જે રિલાયન્સ સાથે ભાગીદારી પછી તરત જ વધી ગઈ. જે એક મોટું કૌભાંડ છે. સરકારે હિન્દુસ્તાન એરોનોટીક્સને પડતું મૂકી રિલાયન્સને પસંદ કર્યું હતું. વડાપ્રધાન ખુલાસો કરે અને જેપીસી બનાવે તેવી સંજયસિંગે માંગ કરી છે. તેમનો પક્ષ એમ.પી., છત્તીસગઢ, રાજસ્થાનમાં ૮૦થી ૧૦૦ બેઠકો પર ચૂંટણી લડશે.