આર્મી દ્વારા હત્યાનો સિલસિલો ચાલુ રહેતાં કાશ્મીર ખીણમાં લોકોમાં ભારે આક્રોશ

(એજન્સી) શ્રીનગર,તા.૨૮
જમ્મુ-કાશ્મીરમાં પહાડીઓના કુદરતી સૌંદર્ય અને ડાંગરના વિશાળ ખેતરો વચ્ચે આવેલ બિરવાહની ડિગ્રી કોલેજમાં ૨૬ જુલાઇના રોજ વિદ્યાર્થીઓ સફરજનના વૃક્ષોની છાયામાં ૨૧ જુલાઇએ બિરવાહના મુખ્ય બજારમાં લશ્કર દ્વારા માર્યા ગયેલ યુવાન દરજી તનવીર અહમદ વાનીની સ્મૃતિમાં એકત્ર થયા હતા.
૨૪ વર્ષનો તનવીર કોલેજની સામેના વિસ્તારમાં રહેતો હતો અને મોટા ભાગના વિદ્યાર્થીઓને તે ઓળખતો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ ઠંડે કલેજે કરાયેલી હત્યા છે પરંતુ વિડંબના એ વાતની છે કે પોલીસ હજુ સુધી કોઇની પણ ધરપકડ કરવામાં નિષ્ફળ રહી છે. જેમણે એક યુવાનનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવા જીપના વાહન સાથે બાંધ્યો હતો તે મેજર લિતુલ ગોગોઇના લશ્કરી એકમ ૫૩ રાષ્ટ્રીય રાઇફલ તનવીરની હત્યા બદલ શંકાના દાયરામાં છે.
તનવીરને બે ગોળીઓ વાગી હતી. એક ગોળી તેના માંેની આરપાર થઇને તેની ખોપરીમાંથી વિંધી નાખી હતી અને બીજી ગોળી જાંઘમાં વાગી હતી. આ ઘટનાની વિગતો આપતા સાક્ષીઓએ જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડતા અવાજ થયો હતો અને આ અવાજને સાંભળીને ૮થી ૧૦ જવાનોની પેટ્રોલે લોકોની મારઝૂડ શરુ કરી હતી.
બજારમાં સમાચાર સંસ્થા ચલાવનાર ગુલામ નબી દારે જણાવ્યું હતું કે પેટ્રોલ પાર્ટી તેની દુકાન પાસેથી પસાર થઇ ત્યારે તેણે એક યુવાનને કોલરથી પકડ્યો હતો અને તેને પોતાની સાથે લઇ ગયા હતા.
એ વખતે તેમની દુકાનની સામે કામ કરતો તનવીર જમવા માટે ઘર તરફ જઇ રહ્યો હતો. યુવાન છોકરાને માર મારતા લોકોએ બૂમાબૂમ શરુ કરી હતી પરંતુ સૈનિકોની નજીક જવાની કોઇએ હિંમત કરી ન હતી. દરમિયાન નજીકની શેરીઓમાંથી કેટલાક બાળકોએ સૈનિકોનો હુરિયો બોલાવ્યો હતો. આથી સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. બીજી જ ક્ષણે અમે તનવીરને રસ્તા પર ઢળી પડતો જોયો હતો.
આમ આર્મીના ગોળીબારમાં તનવીર મૃત્યુ પામ્યો હતો. તનવીરના પિતા મોહમદ અકબર વાનીએ વેધક સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે પોલીસે આર્મી વિરુદ્ધ હત્યાનો કેસ હજુ સુધી કેમ દાખલ કર્યો નથી ? હવે તેમને વધુ પુરાવા શું જોઇએ છે ? જ્યારે બડગામ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ કેસમાં તપાસ કરી રહ્યા છીએ. ૨૦૧૬માં ઉનાળામાં જે જુવાળ ઊભો થયો ત્યારથી અત્યાર સુધીમાં બિરવાહમાં આ આઠમી હત્યા છે. કાશ્મીર ખીણમાં આર્મી વિરુદ્ધ રોષ અને આક્રોશ ભડકી રહ્યો છે. આર્મી દ્વારા હત્યાનો સિલસિલો ચાલુ રહેતા કાશ્મીર ખીણમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને પીડિતોને ન્યાય મળ્યો નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks