ગેંગરેપ કેસમાં આરોપી ગૌરવને નાર્કો ટેસ્ટ કરાવવા એફએસએલમાં લઈ જવાયો

અમદાવાદ,તા.૪
સેટેલાઈટના ગેંગરેપ કેસમાં થયેલી ફરિયાદ બાદ આરોપી ગૌરવ, યામીની અને વૃષભે પોતાની ઉપર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમજ ત્રણેય આરોપીઓએ પોતે નિર્દોષ હોવાનું પુરવાર કરવા માટે તેમનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ પોલીસ સમક્ષ કરી હતી. અમદાવાદના સેટેલાઈટના ગેંગરેપ કેસમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓએ તેમના ઉપર લાગેલા આરોપોને ખોટા સાબિત કરવા માટે આરોપીઓ દ્વારા સ્વેચ્છાએ નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી દર્શાવતા ક્રાઈમ બ્રાન્ચે ગૌરવ યામિનીના નાર્કો ટેસ્ટ માટે અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂરી આપતા બુધવારે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ગૌરવને નાર્કો ટેસ્ટ કરાવવા માટે ગાંધીનગરની એફએસએલમાં લઈ ગયા હતા. જો કે ગેંગરેપ કેસમાં પીડિતાએ આરોપીઓ ગૌરવ દાલમિયા, વૃષભ મારૂ અને યામિની નાયર ઉપર કરેલા આક્ષેપોને આરોપીઓએ નકારી કાઢયા હતા. તેમજ પોતાને નિર્દોષ જાહેર કરવા ત્રણેય આરોપીઓએ તેમનો નાર્કો ટેસ્ટ કરાવવાની માગણી કરી હતી જો કે આરોપીઓએ તપાસ માટે તેમના મોબાઈલ ફોન, લેપટોપ પણ પોલીસને આપી દીધા છે. જો કે આ સમગ્ર કેસમાં સત્ય શું છે તે તો તટસ્થ તપાસ બાદ જ બહાર આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks