ઉનામાં ગાંજા સાથે ઝડપાયેલ શખ્સ બે દિવસના રિમાન્ડ પર

(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૨૦
ઉના શહેરમાં ગાંજાના થતા વેચાણ ઉપર ગીર-સોમનાથ એસઓજીના સ્ટાફે બે દિવસ પહેલાં વોચ ગોઠવી ગાંજાનું વેચાણ કરનાર ગોવિંદ ઉર્ફે ભગત ભીખાભાઇ સોલંકીને ગેરકાયદેસર નશીલા પદાર્થો સાથે ઝડપી પાડેલ અને તેની પાસેથી ગાંજાનો જથ્થો ૫.૨૪૪ કિલો કિં.રૂા. ૩૧,૪૬૪ સહિત કુલ રૂા.૨૫ હજારનો મુદામાલ મળી આવેલ અને એસઓજીએ ઉના પોલીસને તપાસ અર્થે સોપેલ અને તેની પુછપરછ કરાયા બાદ આ ઝડપાયેલા શખ્સને કોર્ટ સમક્ષ રજૂ કરાયેલ હતો. કોર્ટે આરોપીને બે દિવસની રિમાન્ડ પર સોપેલ હોય ઝડપાયેલા શખ્સ સાથે અન્ય મનોજ બ્રાહ્મણ નામનો શખ્સ ગાંજાનું સપ્લાય કરતો હોય તેવું બહાર આવતા તેની પણ શોધખોળ કરવા ઉના પોલીસે વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks