રાજદ્રોહના કેસમાં ૧૪મીની સુનાવણીમાં તમામ આરોપીઓને હાજર રહેવા આદેશ

અમદાવાદ, તા. ૩૦
અમદાવાદ ખાતે ૨૫મી ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ જીએમડીસી રેલી ખાતે ક્રાંતિ રેલી બાદ ભડકેલી હિંસા બાબતે પાસ નેતા હાર્દિક પટેલ, કેતન પટેલ, ચિરાગ પટેલ અને અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ મામલે આજે સીટી સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી હતી. આ પ્રક્રિયા દરમિયાન હાર્દિક પટેલ કોર્ટમાં ગેરહાજર રહ્યો હતો. આ કેસની વધુ સુનાવણી હવે ૧૪મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. ૧૪મી તારીખે આ કેસમાં તમામ આરોપીઓને હાજર રહેવાનો કોર્ટે આદેશ કર્યો છે.
રાજદ્રોહના કેસમાં આજે હાર્દિકને બાદ કરતા ચીરાગ અને દિનેશ કોર્ટમાં હાજર રહ્યા હતા. ગત સુનાવણી વખતે કોર્ટે હાર્દિક પટેલને ફરજિયાત હાજર રાખવાનો આદેશ કર્યો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટેમાં જણાવ્યું હતું કે હાર્દિક દર વખતે સામાજીક કારણ આપીને ગેરહાજર રહે છે. આ વખતે ઉપવાસના બહાને તે કોર્ટમાં હાજર નથી રહ્યો. ગમે તેવી પરિસ્થિતિમાં હાર્દિકે કોર્ટના આદેશ બાદ હાજર રહેવું જોઈએ. આ કોર્ટના આદેશનો અનાદર છે. આ મામલે કોર્ટે ટકોર કરી હતી કે ઉપવાસ પર બેસે તે વાત ઠીક છે પરંતુ કોર્ટમાં હાજર કેમ નથી રહ્યો. સુનાવણી દરમિયાન હાર્દિકના વકીલે દલીલ કરી હતી કે હાર્દિકની નાદુરસ્ત તબિયતને કારણે ગેરહાજર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks