નવી દિલ્હી, તા.૧૦
અચાનક ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી બધાને ચકિત કરનાર દ.આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન ડિવિલયર્સે એક ઈન્ટરવ્યુમાં આઈપીએલમાં રમવાને લઈ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ઘરેલું ક્રિકેટમાં ટાઈટન્સ માટે રમતો રહેશે. મિસ્ટર ૩૬૦ ડિગ્રી કહેવાતા ડિવિલિયર્સે કહ્યું કે તે આગામી અમુક વર્ષો સુધી ટ્વેન્ટી-ર૦ રમતો રહેશે. સાથે જ તેણે કહ્યું કે, તે યુવાઓની પણ મદદ કરવા માગે છે. તેણે કહ્યું કે હું આઈપીએલમાં અમુક વર્ષો સુધી રમતો રહીશ અને ટાઈટન્સ માટે પણ રમીશ પણ હાલમાં કંઈ પ્લાન સેટ કર્યો નથી. ડિવિલિયર્સે કહ્યું કે તે આ બધી વાતો લાંબા સમયથી કહેવા માગતો હતો. ડિવિલિયર્સે આ વાતનો તો ઉલ્લેખ કર્યો હતો કે તે ઘરેલું ક્રિકેટ રમશે પણ આઈપીએલમાં તેના રમવાને લઈ શંકા યથાવત હતી. ડિવિલિયર્સે એમ પણ કહ્યું કે તેની પાસે ઘણી ટીમોની ઓફર આવી હતી પણ આ વિશે તેણે વધુ જાણકારી આપી નહીં.