અંભેટા ગામ ખાતે આવેલ દરગાહમાં પ્રવેશતાં કોઈને પણ અટકાવવા નહીં

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા સ્થિત અંભેટાગામ ખાતે આવેલ હ.સૈયદ અબ્દુલરહેમાન શાહ ચિશ્તીની દરગાહમાં પ્રવેશવા માટે સીકંદર ખોટી નામના વ્યક્તિએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર રીતની અરજી કરી જણાવેલ કે, દરગાહમાં ઘણા શિષ્યોને પ્રવેશ કરતા મનસ્વી રીતે અટકાવવામાં આવ્યા હોવાના સંદર્ભેની અરજી સંદર્ભે હાઇકોર્ટ દ્વારા વહીવટકર્તાઓને સ્થાનિક કલેક્ટર મારફત નોટિસ ફટકારી આગામી સુનાવણી ગતરોજ રાખતા જેનો ચુકાદો હાઇકોર્ટે આજે આપી જણાવેલ કે, દરગાહમાં પ્રવેશતા, ઝિયારત કરતા કોઇ પણ વ્યક્તિને અટકાવવા નહીં તેવો ચૂકાદો આપતાં આ દરગાહમાં માનતા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ અને સ્થાનિક શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સ્થિત અંભેટાગામ ખાતે આવેલ અને હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક હઝરત સૈયદ અબ્દુરરહેમાન શાહ ચિશ્તીની દરગાહમાં પ્રવેશવા માટે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી કરવામાં આવેલ કે, દરગાહમાં ઘણાને અને કેટલાક શ્રદ્ધાળુઓને પ્રવેશ કરતાં મનસ્વી રીતે અટકાવવામાં આવતા હતા. જેમાં વિદેશથી આવતા વહીવટદારો દ્વારા શ્રદ્ધાળુઓને પણ પાછલા કેટલાક વર્ષોથી પોલીસ રક્ષણ લઇ દરગાહમાં દાખલ થવું પડતું હતું. જે અંગે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ સીકંદર દાઉદ ખોટિયાએ તેમના વકીલ વિરેન્દ્ર બાહેતી મારફત જાહેર હીતની અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુભાષ રેડ્ડી તથા ન્યાયમૂર્તિ વિજય પંચોલીની ખંડપીઠે આપેલ ત્રણ પાનાના ચુકાદામાં જણાવેલ કે, આજ પછી કોઇપણ વ્યક્તિને દરગાહમાં પ્રવેશતા, ઝિયારત કરતાં અટકાવવા નહિં, તેવો ચુકાદો આપતાં જ દરેક શ્રદ્ધાળુઓમાં ઉમંગ અને ખુશીની લહેર વ્યાપી જવા પામી છે અને આ ચુકાદાથી વહીવટદારની જો હુકમી અને મનસ્વી વર્તન ઉપર પણ નિયંત્રણ આવશે તથા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સરળતાથી ઝિયારત, ફૂલ-ચાદર ચઢાવી શકશે. તેવી એક અખબારી યાદી દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરનાર સિકંદર ખોટિયાએ જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks