નીડર, નિષ્પક્ષ, નિઃસ્વાર્થ, નિપુણ, સેવાભાવી, સહયોગી, સુસ્પષ્ટ, સંસ્કારી પ્રતિભા સાથે પ્રસિદ્ધ થતું દૈનિક એટલે આપણું પોતાનું “ગુજરાત ટુડે”
• પ્રાદેશિક ભાષાનું પહેલું અખબાર જેની શરૂઆત ગુજરાતના મુસ્લિમો દ્વારા કરવામાં આવી.
• જુલાઈ ર૯, ૧૯૯૧ના રોજ “ગુજરાત ટુડે” દૈનિકની પ્રથમ આવૃત્તિ બહાર પાડવામાં આવી.
• અશ્લિલતા અને પીળા પત્રકારત્વ વિનાનું બિનપક્ષપાતીઅને તટસ્થ વર્તમાનપત્ર છે. જેની પોલિસી ઈસ્લામનાસિદ્ધાંતો પર આધારિત છે.
• “ગુજરાત ટુડે” એકમાત્ર એવું અખબાર છે. જેમાં બીભત્સફોટા કે લખાણ જોવા મળશે નહીં. જેથી બહેનો અને બાળકો નિસંકોચપણે વાંચી શકે છે.
• લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ચાલુ કરવામાં આવેલ“ગુજરાત ટુડે” દૈનિક માત્ર એક અખબાર નથી પરંતુ સામાજિકઅને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ ઘણું યોગદાન પૂરૂં પાડ્યું છે.
• “ગુજરાત ટુડે”દૈનિકની હેડઓફિસ અમદાવાદ ખાતેઆવેલી છે. જ્યાં સમાચાર બનાવવાથી માંડીને પેપર છાપવા સુધીની બધી જ પ્રક્રિયા એક જ સ્થળેથી કરવામાં આવે છે.
• આ ઉપરાંત “ગુજરાત ટુડે”ની ઓફિસ, બરોડા, ભરૂચ,સુરતમાં આવેલી છે. જિલ્લા કક્ષામાં પાલનપુર, હિંમતનગર,પાટણ, દાહોદ, ગોધરા, મહેસાણા, આણંદ, જૂનાગઢ,રાજકોટ, ભાવનગર, જામનગર, ભૂજ વગેરેમાં રિપોર્ટરો માનદ સેવા આપી રહ્યા છે.