દૃશ્ય ડિલીટ કરો કાં તો બદનક્ષીનો સામનો કરો : સંજુના મેકર્સને ગેંગસ્ટર અબુ સાલેમની ધમકી

(એજન્સી) મુંબઈ, તા.ર૮
ગેંગસ્ટર અબુ સાલેમે ફિલ્મ સંજુના મેકર્સને કાયદાકીય નોટિસ મોકલી છે. અબુ સાલેમે ફિલ્મમાં તેમના વિશે ખોટી માહિતી બતાવવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. જેથી તેણે ફિલ્મના નિર્માતાઓ પાસેથી માફી માંગવા કહ્યું છે. નોટિસમાં લખ્યું છે કે, જોે નિર્માતાઓએ ૧પ દિવસમાં માફી ન માંગી તો અબુ સાલેમ તરફથી તેમની વિરૂદ્ધ માનહાનિનો કેસ કરવામાં આવશે. જાહેર કરાયેલી નોટિસમાં રાજકુમાર હિરાની અંગે વિધુ વિનોદ ચોપરાને ૧પ દિવસમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. સંજુ ફિલ્મના એક દૃશ્યમાં સંજય દત્તને હથિયારોની ડિલિવરી લેતા બતાવવામાં આવ્યો છે. આ લીનમાં અબુ સાલેમને વેનની અંદર બેસીને સંજયને હથિયાર આપતો બતાવવામાં આવ્યો છે. સંજય દત્તે હંમેશા કહ્યું છે કે, અબુ સાલેમે તેને હથિયારોની સપ્લાય કરી હતી. જ્યારે સાલેમનું કહેવું છે કે, મેં સપ્લાય નથી કર્યા તેઓ પોતે ખુદને નિર્દોષ સાબિત કરવા કેસ લડી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks