(એજન્સી) તા.ર
ઈતિહાસકાર અને જીવનચરિત્રકાર રામચંદ્ર ગુહાએ ગુરૂવારે ટ્વીટ કરી જણાવ્યું હતું કે તે નિયંત્રણ બહારના સંજોગોને કારણે ગુજરાતમાં આવેલી અહમદાબાદ યુનિ. સાથે નહીં જોડાઈ શકે. ગુહાના આ ટ્વીટ પહેલાં આર.એસ.એસ. સાથે સંકળાયેલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (એ.બી.વી.પી.) ગુહાની નિમણૂક સામે વિરોધ દર્શાવ્યો હતો અને અહેમદાબાદ યુનિ.ના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપી ગુહાની નિમણૂક રદ કરવાની માગણી કરી હતી. એ.બી.વી.પી.ના શહેર સચિવ પ્રવિણ દેસાઈએ એક સમાચારપત્રને જણાવ્યું હતું કે અમે અહમદાબાદ યુનિ.ના રજીસ્ટ્રાર બી.એમ.શાહને એક આવેદનપત્ર આપ્યું હતું. અમે કહ્યું હતું કે આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં બુદ્ધિજીવીઓની જરૂર છે. રાષ્ટ્રવિરોધીઓની નહીં. તેમને શહેરી નકસલી પણ કહી શકાય છે. અમે રજિસ્ટ્રાર સમક્ષ ગુહાના પુસ્તકો પ્રકાશિત થયેલા દેશવિરોધી લખાણો પર રજૂ કર્યા હતા. અમે તેને જણાવ્યું કે તમે જેને બોલાવી રહ્યા છો તે એક સામ્યવાદી છે. જો તેમને ગુજરાતમાં બોલાવવામાં આવશે તો જે.એન.યુ.ની જેમ એક દેશ વિરોધી ભાવના ઉત્પન્ન થશે. ઉલ્લેખનીય છે કે ૧૬ ઓક્ટોબરે અહમદાબાદ યુનિ.એ જાહેરાત કરી હતી કે ગુહાને યુનિ.ના સ્કૂલ ઓફ આર્ટસ એન્ડ સાયન્સીઝમાં પ્રોફેસર તરીકે અને ગાંધી વિન્ટર સ્કૂલના ડાયરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવશે. બીજી તરફ ગુહાએ ટ્વીટના જવાબમાં કહ્યું હતું કે ગાંધીજીનું જીવનચરિત્રકાર ગાંધીજી વિશે ગાંધીજીના શહેરમાં ભણાવી શકતો નહીં.