ધોલેરા,તા.ર૧
ધોલેરા વટામણ રોડ પર એસ.ટી.બસ બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
આજે બપોરના સમયે ભાવનગરથી સુરત જઇ રહેલી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની એસ.ટી.બસ (સ્લીપર કોચ)ના ચાલકે ગફલત ભરી રીતે હંકારતા આંબલી ગામના બ્રિજરાજસિંહ બી.ચુડાસમા (ઉ.વ.૨૩) બાઇક ચાલક સાથે પેટ્રોલપંપની સામેથી આવતા અકસ્માત કરતા ધોલેરા ૧૦૮ને જાણ કરતા ઇએમટી હીંમત બારેયા પાઇલોટ વનરાજ સહબા વાળા ધટના સ્થળે પહોંચતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અક્સ્માતની જાણ ધોલેરા પોલીસને થતા પીએસઆઇ ગોહીલ તાતકાલીક ઘટના પર પહોંચી મૃતદેહને પી.એમ.અર્થે સરકારી હોસ્પિટલ મોકલી વધુ તપાસ ગોહીલ ચલાવી રહ્યા છે.
Facebook
0
Twitter
0