વાલિયાથી નેત્રંગ જતા માર્ગ ઉપર બે કાર વચ્ચે અકસ્માત : એકનું મોત, ચાર ઘાયલ

ભરૂચ,તા.૩૦
ભરૂચ જિલ્લાના વાલિયાથી નેત્રંગ જતા માર્ગ ઉપર ગત રાત્રીના સમયે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તેમજ ૪થી વધુ લોકો ઘાયલ થયા હતા.
બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાલિયાથી નેત્રંગ તરફ જતા માર્ગ ઉપર રવિવારના રાત્રીના ૯ઃ૩૦ વાગ્યાની આસપાસ એક તુફાન કાર અને એક સ્વીફ્ટ કાર વચ્ચે ધડાકા ભેર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અંકલેશ્વરના અંડાદા ગામના એક યુવાનનું મોત નીપજ્યું હતું. તેમજ ૪થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નેત્રંગ રોડ ઉપર બે કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતના પગલે નેત્રંગ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મામલા અંગેની નોંધ લીધી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts