બરવાળાના સાળંગપુર પાસે કૂતરા સાથે બાઈક અથડાતા એકનું મોત : બે ગંભીર

(સંવાદદાતા દ્વારા) બરવાળા,તા.ર૧
બરવાળા તાલુકાના સાળંગપુર પાસે કુતરા સાથે મોટરસાઈકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જયારે બાઈક ઉપર સવાર બે લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.મળતી વિગત અનુસાર બરવાળા-બોટાદ હાઈવે ઉપર આવેલ સાળંગપુર પાસે સ્વામીનારાયણ મંદિરની વાડી પાસે ગત રાત્રીના બોટાદ તરફથી આવી રહેલ મોટરસાઈકલ નં. જી.જે. ૦૧-ઈકયુ-૩૮૭૬ સાથે અચાનક રોડની સાઈડમાંથી કુતરૂ રોડ ઉપર આવતા મોટર- સાઈકલ કુતરા સાથે અથડાતા બાઈક પલટી મારી જતા બાઈક ચાલક યોગેશભાઈ ભોપાભાઈ વઢવાણિયા (ઉ.વ.૪૦, રહે. બરવાળા)ને લોહિયાળ ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે કમકમાટીભર્યું કરૂણ મોત નીપજયું હતું. જયારે બાઈક પરં સવાર ગણેશભાઈ ધનજીભાઈ ખાંદળા રહે. બરવાળા ભરતભાઈ શંકરભાઈ ડોડિયા રહે. બરવાળાને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે બોટાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર મળી ગયા બાદ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ વાયુ વેગે પ્રસરી જતા બરવાળા સતવારા સમાજમાં ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks