(એજન્સી) તા.૧૯
ફીફા વર્લ્ડ કપ સમાપ્ત થવાના બે દિવસ બાદ કોંગ્રેસે ફ્રાંસના વિજયને ફરી એકવાર યાદ કર્યો છે. કોંગ્રેસે એક ટ્વીટ કર્યુ છે જેમાં ફ્રાંસના ફૂટબોલ પ્લેયર પૌલ પોગ્બા નજરે પડે છે. આ વીડિયો ટ્વીટ દ્વારા કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે નિશાન તાક્યું છે. આ વીડિયોને ટ્વીટ કરતા કોંગ્રેસે લખ્યું છે કે પોગ્બા અને અમે એક સરખી અનુભૂતિ કરી રહ્યા છીએ. આ વીડિયોમાં લખ્યું છે કે જ્યારે કોઇ અચ્છે દિનની વાત કરે છે ત્યારે અમે કોંગ્રેસ અને પૌલ પોગ્બા બંને અચ્છે દિનને શોધી રહ્યા છે. અચ્છે દિનનો નારો ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે આપ્યો હતો. આ નારો કોેંગ્રેસના ૧૦ વર્ષના શાસનનો અંત લાવવા માટે આપવામાં આવ્યો હતો જેને લોકોએ હૃદયપૂર્વક સ્વીકાર્યો હતો અને એનડીએને સંપૂર્ણ બહુમતીની સરકાર રચવાની તક આપી હતી. પરંતુ ભારતમાં આર્થિક સંકટ સતત જારી છે અને વિરોધ પક્ષો હવે ભાજપના આ નારાનો સરકાર સામે વ્યંગ કરવામાં ઉપયોગ કરી રહ્યા છે. તમામ મુદ્દા પર ભાજપનો વિરોધ કરી રહ્યા છે.