Ahmedabad

સુપ્રીમે મને નિર્દોષ છોડયો તો ફરીથી અક્ષરધામ કેસમાં મારા નામનો ઉલ્લેખ કેમ ?ઃ આદમ અજમેરી

અમદાવાદ,તા.ર૭
અક્ષરધામ હુમલા કેસમાં ૧પ વર્ષથી ફરાર આરોપી ફારૂક શેખને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસે એરપોર્ટથી ઝડપી પાડયો હતો. ત્યારે હુમલા કેસના કાવતરા સંદર્ભે આદમ અજમેરીના નામનો ઉલ્લેખ કરાતા એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે. કેમ કે અક્ષરધામ હુમલા કેસમાં આદમ અજમેરીને સુપ્રીમકોર્ટે નિર્દોષ છોડી મુકયા છે. ત્યારે આદમ અજમેરીએ તેના નામનો ઉલ્લેખ કરાયો હોવા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અમે નિર્દોષ છીએ છતાંય કેમ અમારા નામ ચગાવાય છે ? તેના લીધે અમારી છબી ખરડાય છે.
વર્ષ ર૦૧૪માં સુપ્રીમકોર્ટે નિર્દોષ જાહેર કરેલા આદમ અજમેરીના નામનો ફરી એકવાર એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે અક્ષરધામ કેસમાં ઉલ્લેખ કરતા આદમ અજમેરીના પરિવારમાં રોષ વ્યાપી ગયો છે. આ અંગે આદમ અજમેરીએ કહ્યું હતું કે અક્ષરધામ કેસમાં મે ૧૧ વર્ષ જેલમાં વિતાવ્યા ત્યાર બાદ વર્ષ ર૦૧૪માં સુપ્રીમકોર્ટે મારા સહિત ૬ લોકોને નિર્દોષ છોડી મુકયા હતા. જેથી અમે વળતરની માંગ સાથે સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે. તે હજુ પેન્ડિંગ છે. હાલમાં અક્ષરધામ કેસમાં તા.ર૬ નવેમ્બરે એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે ફારૂક શેખની ધરપકડ કરી છે. આ કેસમાં મીડિયા મારફતે મને જાણવા મળ્યું કે એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે ફારૂક શેખની શંકાસ્પદ પ્રવૃતિમાં અક્ષરધામ હુમલા કેસના કાવત્રા સંદર્ભે મારા નામનો ઉલ્લેખ કર્યો છે. તે ખોટું છે કેમ કે સુપ્રીમકોર્ટે જ મને નિર્દોષ મુકત કર્યો છે. તો પછી મારા નામનો ઉલ્લેખ કેમ કરાયો ? જો કે કોઈ કારણોસર મારા નામનો ઉલ્લેખ કરવો પડે તેમ હોય તો તેઓએ તેમાં સ્પષ્ટતા કરવી જોઈએ કે આ કેસમાં મને સુપ્રીમકોર્ટે નિર્દોષ છોડી મુકયો છે. વધુમાં આદમ અજમેરીએ કહ્યું હતું કે મારી એક જ માંગ છે કે અક્ષરધામ કેસમાં સુપ્રીમે મને નિર્દોષ મુકત કર્યો છે. ત્યારે આ કેસમાં કોઈ પણ સુરક્ષા એજન્સી કે પોલીસ મારા નામનો ઉલ્લેખ કરે નહીં તે જરૂરી છે. કેમ કે તેનાથી મારી છબી ખરડાય છે.

આરોપીની પૂછપરછના આધારે
અજમેરીના નામનો ઉલ્લેખ કરી
શકાય : ક્રાઈમ બ્રાન્ચ

અક્ષરધામ કેસમાં નિર્દોષ છુટેલા આદમ અજમેરીના નામનો ઉલ્લેખ કરવા અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આદમ અજમેરીને કોર્ટે ભલે નિર્દોષ જાહેર કર્યો હોય. પરંતુ આ કેસમાં પકડાયેલા આરોપીની પૂછપરછના આધારે ેઆદમ અજમેરીના નામનો ઉલ્લેખ કરી શકાય છે. જો કે હવે આરોપી ફારૂક શેખના રિમાન્ડમાં પૂછપરછ કરીશુ. તેમાં આદમ અજમેરી વિશે નહી પણ બીજા લોકોનો હુમલામાં શું રોલ છે તેની પૂછપરછ કરીશું.

સુપ્રીમ કોર્ટ નિર્દોષ જાહેર કરે તે વ્યકિતને
આરોપી કહેવો એ કોર્ટનો અનાદર

અક્ષરધામ હુમલા કેસના વકીલ ખાલીદ શેખે જણાવ્યું હતું કે જે કેસમાં સુપ્રીમકોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકયો હોય તેને આરોપી કહી ના શકાય. જો તેને આરોપી કહે તો તે સુપ્રીમના આદેશની અવગણના કહેવાય. ત્યારે અક્ષરધામ કેસમાં સુપ્રીમે જેને નિર્દોષ જાહેર કર્યા છે તેવા આદમ અજમેરીના નામનો ઉલ્લેખ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસએ આ કેસના સંદર્ભમાં જાહેર કરેલી એક પ્રેસનોટમાં કર્યો છે તે ખોટુ છે. જો કે આદમ અજમેરી ઈચ્છે તો માનહાનિનો કેસ પણ કરી શકે છે. વધુમાં વકીલ ખાલીદ શેખે કહ્યું હતું કે અક્ષરધામ હુમલા કેસમાં સુપ્રીમકોર્ટે આદમ અજમેરી સહિત ૬ લોકોને નિર્દોષ છોડયા ત્યારે કહ્યું હતું કે સાહેદ અસ્પાક ભાવનગરી સાથે મળીને સુરક્ષા એજન્સીના અધિકારીઓએ નિર્દોષ લોકોને ફસાવવાનું કાવત્રું ઘડયું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.