ગુજરાતની અદાલતે ‘ધ વાયર’ સામે અદાણીએ દાખલ કરેલ ગુનાહિત બદનક્ષીની ફરિયાદને ફગાવી દીધી

(એજન્સી) તા.૨૮
વેબસાઇટ ‘ધ વાયર’ અને તેના પત્રકારો તેમજ લેખકો વિરુદ્ધ ગુનાહિત બદનક્ષીનો કેસ બનતો નથી એવી ધ વાયરની દલીલની તરફેણમાં ચુકાદો આપતા ભૂજની અદાલતે એવો આક્ષેપ કર્યો છે કે આ કેસ અને તેની સાથે સંકળાયેલા સમન્સને રદબાતલ કરવામાં આવે. અદાણી પાવરે પરંજોય ગુહા ઠાકુરતા અને અન્ય ત્રણ પત્રકારો દ્વારા લેખિત એક કરાર પ્રસિદ્ધ કરતા ફરિયાદ કરવામાંં આવી હતી.
આ લેખ અસલમાં ધ ઇકોનોમિક એન્ડ પોલિટીકલ વિક્લીમાં પ્રસિદ્ધ થયો હતો અને ત્યારબાદ ધ વાયર દ્વારા પુનઃ પ્રસિદ્ધ કરવામાં આવે છે. વાયરને પણ અદાણી ગ્રુપ તરફથી ધમકી મળી છે પરંતુ તેમણે આ લેખ પાછો ખેંચવા ઇન્કાર કર્યો છે. ગઇ સાલ આ લેખ ધ વાયરની વેબસાઇટમાંથી પાછો ખેંચવાના અદાણી પાવરના પ્રયાસો સામે ધ વાયર અને તેના તંત્રીઓએ સફળતાપૂર્વક વિરોધ કર્યો હતો. ડિસે.૨૦૧૭માં વિદ્વાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ (ભૂજ-કચ્છ) દ્વારા ધ વાયરની દલીલો અને રજૂઆતો સ્વીકારવામા ંઆવી હતી અને હાઇકોર્ટના ચુકાદાને લગતી એક લાઇન એ એક ક્રિયાવિશેષણ દૂર કરવાનો આદેશ કર્યો હતો.
ત્યારબાદ કંપનીએ ધ વાયર દ્વારા પ્રસિદ્ધ થયેલ અહેવાલ અને આ જ લેખના સંદર્ભમાં ગુનાહિત બદનક્ષીના કેસને આગળ ધપાવવામાં આવ્યો હતો. ૨૭ જુલાઇએ એડિશનલ સેશન્સ જજે એવું નોંધ્યું હતું કે ધ વાયર, એમ કે વેણુ, ગુહા ઠાકુરતા અને તેમના સહલેખકોને બોલાવતો મેજીસ્ટ્રેટના આદેશમાં સ્પષ્ટ તર્ક અને દલીલનો અભાવ છે. તેમણે આ આદેશ રદબાતલ ઠરાવીને ફરિયાદ મેજીસ્ટ્રેટ સમક્ષ પુનર્વિચારણા માટે મોકલી આપી હતી.
આ ઉપરાંત અદાણી ગ્રુપ રૂા.૩૦૦ કરોડનું વળતર માગીને ધ વાયર તેમજ ત્રણ બદનક્ષીના કેસમાં આગળ વધી રહ્યુ છે. વાયર્સ રૂા.૧૦૦ કરોડનો મૂલ્કી બદનામી કેસ લડી રહી છે તેમજ ભાજપના પ્રમુખ અમિત શાહના પુત્ર જય અમિત શાહે પણ તેની વિરુદ્ધ ગુનાહિત બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. આ ઉપરાંત ભાજપના સાંસદ રાજીવ ચંદ્રશેખર દ્વારા દાખલ કરવામાં આવેલ રૂા. ૪૦ કરોડના વળતરની માગણી કરતા બે નાગરિક બદનક્ષી કેસો પણ દાખલ કરવામાં આવ્યા છે. જય શાહના બંને કેસો હાલ સુપ્રીમકોર્ટ સમક્ષ પડતર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks