(એજન્સી) લખનઉ, તા. ૧૪
યુનિક આઈડેન્ટી ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ હમેંશા આગ્રહપૂર્વક જણાવ્યું કે તેના આધાર ડેટામાં કોઈ પણ પ્રકારની તરાપ શક્ય નથી પરંતુ ગત સપ્તાહે કાનપુરમાં પોલીસે એક કૌભાંડનો પર્દાફાશ કર્યો અને એક આખી ટીમની ધરપકડ કરી હતી. જેમાં આધાર ડેટા સોફ્ટવેરની નકલ કરતું હતું. પોલીસના જણાવ્યાનુયાર આ ગેંગ લોકોને નકલી પ્રતિકૃતી વેચતી હતી. આ ગેંગના ૧૦ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સાયબર નિષ્ણાંતો એવું કહી રહ્યાં છે કે આને કારણે આધારની સમગ્ર પ્રક્રિયા પર ધ્યાન દેવાન નોબત આવી છે. ગેંગની ધરપકડની પુષ્ટિ કરતાં યુનિક આઈડેન્ટી ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ એક નિવેદન જારી કરતાં એવું જણાવ્યું કે કેટલાક અધિકૃત ઓપરેટરો દ્વારા ક્લાઈન્ટ એપ્લિકેશનમાં વધારે પડતાં લોગઈનની વાત ધ્યાનમાં આવી હતી. જે પછી ૧૬ ઓગસ્ટના રોજ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. પરંતુ આધાર સિસ્ટમ દ્વારા નકલી આધાર કાર્ડ જારી કરવાની પ્રક્રિયાને નિષ્ફળ બનાવવામાં આવી. આરોપ છે કે ગેંગના સભ્યો નોંધાયેલા ઓપરેટરોની લોગઈનની વિગતોની નકલ કરતાં હતા જેમાં ફિંગરપ્રિન્ટનો સમાવેશ થાય છે. બટર પેપરના સહારે ફિંગરપ્રીન્ટની નકલ કરવામાં આવી અને તેને કેમિકલ સાથે ટ્રીટ કરવામાં આવી. થોડા મહિના પહેલા પણ આધાર ઓથોરીટીએ નોંધણી ઓપરેટરો માટે લોનઈન પ્રોસેસમાં સિક્યુરીટીનું એક બીજું છોગુ ઉમેર્યું હતું. પરંતુ ત્યાં સુધીમા મોડું થઈ ગયુ હતું. ગેંગ ક્લાઈન્ટ એપ્લિકેશનની નકલી પ્રતિકૃતી તૈયાર કરવામાં સફળતા મેળવી લીધી હતી.