National

આધાર સાથે જોડાવવા કેન્દ્ર સરકારે વધુ સમય આપ્યો, પણ બધાને નહીં

(એજન્સી) નવી દિલ્હી, તા.૭
કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, જે લોકો પાસે આધાર નથી. એમને બેંક ખાતાઓ સાથે અન્ય કલ્યાણકારી યોજનાઓ સાથે પોતાના આધારને જોડવાની સમયમર્યાદા ત્રણ મહિના માટે વધારી આપશે. હવે નવી અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બરના બદલે ૩૧મી માર્ચ છે અને આ બાબત નોટિફિકેશન આવતીકાલે બહાર પાડવામાં આવશે.
આ બાબતને સાંકળતા
૧૦ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ
૧. એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે સરકાર તરફથી રજૂઆત કરતાં સુપ્રીમકોર્ટને જણાવ્યું કે, મોબાઈલ ફોન સાથે આધારને જોડવાની તારીખ જે ૬ઠ્ઠી ફેબ્રુઆરી છે એમાં વધારો કરવામાં નહીં આવશે કારણ કે એના માટે કોર્ટનો આદેશ છે.
ર. આવતા અઠવાડિયે સુનાવણી દરમિયાન પાંચ જજોની બંધારણીય બેંચ વચગાળાનો આદેશ આપી શકે છે.
૩. ઘણા બધા ચળવળકારીઓએ અરજીઓ દાખલ કરી આધારને બેંક ખાતાઓ અન્ય રોકાણો અને મોબાઈલ ફોન સાથે જોડવા વિરોધ કર્યો છે. એમનો દાવો છે કે, આ નિયમ ગોપનીયતાના અધિકારનો ભંગ છે જેને સુપ્રીમકોર્ટે પોતાના ચુકાદામાં માન્યતા આપી હતી.
૪. ચળવળકારીઓએ આધારની કાયદેસરતા અને વૈધાનિક આધારને પણ પડકાર્યો છે જે વ્યક્તિની બાયોમેટ્રીક ડેટા જેમ કે આંગળીની છાપ અને આંખના ફોટાઓ લે છે.
પ. અરજી કરનારાઓમાં કર્ણાટક હાઈકોર્ટના પૂર્વ જજ કે.એસ.પુટ્ટુસ્વામી પણ છે.
૬. અરજદાર વતી રજૂઆત કરનાર વકીલે જણાવ્યું કે અમે કહીએ છીએ કે જે લોકો પાસે આધારકાર્ડ છે એમણે પણ એમના બેંક ખાતાઓ સાથે જોડવા નહીં. એ પ્રકારનો ભય છે કે, એનો દુરૂપયોગ થઈ શકે છે. અમોએ આધાર યોજનાને જ પડકારી છે.
૭. રપમી ઓક્ટોબરે કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટને જણાવ્યું હતું કે, એ ૩૧મી ડિસેમ્બરની છેલ્લી તારીખ લંબાવીને ૩૧મી માર્ચ કરશે. એમના માટે જે વ્યક્તિઓ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવે છે પણ એમની પાસે આધારકાર્ડ નથી.
૮. કેન્દ્ર સરકારે બેંક ખાતાઓ, પાનકાર્ડ, સરકારની સેવાઓ અને મોબાઈલ સેવાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત બતાવ્યું હતું.
૯. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કલ્યાણકારી યોજનાઓ સાથે આધારના જોડાણથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે. રાશન મેળવવા, શિષ્યવૃત્તિ મેળવવા, પેન્શન અને સરકારી સબસિડીઓ ગરીબો પાસે પહોંચે એમાં આધારે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
૧૦. યુઆઈએડીઆઈએ કહ્યું હતું કે છેલ્લા પાંચ મહિનાઓમાં લગભગ પ૦૦ ગૂમ થયેલ બાળકોને શોધી કાઢવામાં આધાર દ્વારા મદદ મળી હતી. એવી ઘટનાઓ બની હતી જેમાં બાળકો અનાથ આશ્રમમાંથી આધારકાર્ડ મેળવવા ગયા હતા અને પછી માહિતી મળી હતી કે એમની બાયોમેટ્રીક માહિતીની અગાઉ જ ઓળખ થઈ ગઈ હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.