આધારની અરજીઓ પર સુપ્રીમ કોર્ટની ૫ ન્યાયાધીશોની બંધારણીય પીઠ સુનાવણી કરશે

(એજન્સી) નવી દિલ્હી,તા.૧૨
આધારકાર્ડ સાથે જોડાયેલા કેસોને લઇને બુધવારે સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની બંધારણીય પીઠ ૧૮ અને ૧૯ જુલાઇના રોજ ગોપનીયતાના અધિકાર સહિત આધાર સાથે જોડાયેલા તમામ કેસોની સુનાવણી કરશે.મુખ્ય ન્યાયાધીશ જેએસ ખેહર અને ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડની પીઠ સમક્ષ આ મામલો આવતાં તેમણે કહ્યું કે પાંચ ન્યાયાધીશો ધરાવતી બંધારણીય પીઠ આધાર સાથે સંબંધિત કેસોની સુનાવણી કરશે.એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને વિભિન્ન જન-કલ્યાણ યોજનાઓમાં આધારને અનિવાર્ય બનાવવાના સરકારી નિર્ણયને પડકારનારા અરજદારો તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને સંયુક્ત રૂપે આ મામલાને પીઠ સમક્ષ રજૂ કર્યો અને વિનંતી કરી કે આ અંગે બંધારણીય પીઠ દ્વારા જલ્દી સુનાવણી થવી જોઇએ.જ્યારે ન્યાયમૂર્તિ ખેહરે વેણુગોપાલ અને દીવાનને પૂછ્યું કે શું આ કેસની સુનાવણી સાત ન્યાયાધીશો ધરાવતી બંધારણીય પીઠ દ્વારા કરવાની છે, બેને પક્ષોએ કહ્યું કે આ સુનાવણી પાંચ ન્યાયાધીશોની પીઠે કરવાની છે.વેણુગોપાલ અને દિવાને કેસને ભારતના પ્રધાન ન્યાયાધીશ સમક્ષ રજૂ કર્યો કારણ કે સાત જુલાઇના રોજ ત્રણ ન્યાયાધીશો ધરાવતી પીઠે કહ્યું હતું કે આધાર સાથે જોડાયેલા કેસો પર અંતિમ નિર્ણય મોટી પીઠ દ્વારા લાવવો જોઇએ અને બંધારણીય પીઠની રચનાની જરૂરિયાત પર પ્રધાન ન્યાયાધીશ નિર્ણય લેશે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે સમાજ કલ્યાણ સાથે સંબંધિત વિભિન્ન યોજનાઓનો લાભ લેવા માટે આધારને અનિવાર્ય બનાવનાર સરકારી સૂચનાઓ પર અંતિમ આદેશ આપવાથી ઇન્કાર કરી દીધો હતો.ન્યાયમૂર્તિ એએમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ નવીવ સિંહાની અવકાશકાલીન પીઠે કહ્યું કે અરજદારોની આ આશંકાના આધારે કે આધાર કાર્ડ ન હોવા પર સરકાર લોકોને વિભિન્ન સમાજકલ્યાણ યોજનાઓના લાભથી વંચિત કરી શકે છે.તેઓ આ ચરણ પર આવીને કોઇ અંતિમ આદેશ આપી શકે તેમ ન હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks