આદિત્ય નારાયણે ઈન્ડિગો એરલાઈન્સના અધિકારીને ધમકી આપી : ‘મુંબઈ આવ, તારી ચડ્ડી ઉતરાવી દઈશ’

(એજન્સી) મુંબઈ, તા.૨
બોલિવુડના જાણીતા ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણે ઈન્ડિગો એરલાઈન્સના અધિકારી સાથે ઝઘડો કરી ધમકી આપી કે, ‘મુંબઈ આવ, તારી ચડ્ડી ઉતરાવી દઈશ.’ આ ઘટનાનોે વિડિયો વાઈરલ થયો હતો. સુત્રોના જણાવ્યા મુજબ આદિત્ય એક ઈવેન્ટ માટે રાયપુર ગયો હતો. ત્યાંથી પરત ફરતી વેળાએ ઈન્ડિગો એરલાઈન્સના અધિકારીએ તેને અટકાવ્યો હતો. આદિત્ય નિશ્ચિતથી વધારે પ્રમાણમાં સામાન લઈ જઈ રહ્યો હતો. તેના માટે તેને એરલાઈન્સને ૧૩ હજાર રૂપિયા ચૂકવવાના હતા.પરંતુ તે ૧૦ હજાર રૂપિયા આપવા પર અડગ રહ્યો હતો. આ વાત પર ઝઘડો વધી ગયો હતો. આ બંનેના ઝઘડાનો કોઈ મુસાફરે વિડિયો ઉતાર્યો હતો. વિડિયોમાં આદિત્ય અત્યંત ગુસ્સામાં દેખાઈ રહ્યો હતો. તેણે ગુસ્સામાં અધિકારીને ધમકી આપી હતી કે, ‘ક્યારેક તો મુંબઈ આવીશને, ત્યાં તને જોઈ લઈશ.’ તેમજ તેણે કહ્યું કે, ‘મુંબઈ પહોંચીનેે તારી ચડ્ડી ન ઉતરાવી તો મારૂ નામ પણ આદિત્ય નારાયણ નહીં.’ જ્યારે વિડિયોમાં અધિકારી અત્યંત નમ્રતાથી વાત કરી રહ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts