વેરાવળની સરકારી હોસ્પિટલના ગાયનેક તબીબે સગર્ભા સાથે અડપલાં કરતાં ચકચાર

વેરાવળ, તા.ર
વેરાવળ સરકારી હોસ્પીટલના ગાયનેક તબીબે સગર્ભા મહિલા દર્દીએ સાથે શારીરીક અડપલા કરતા હોબાળો મચી ગયેલ હતો. આ ઘટના અંગે મહિલાએ તબીબ સામે અડપલા કરી બિભત્સ માંગણી કરી જાની મારી નાંખવાની ધમકી આપ્યાની લેખીત અરજી પોલીસમાં કરતા ચકચાર મચી ગયેલ છે. અરજી સંદર્ભે પીએસઆઇએ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આ તબીબ વિરુદ્ધ અન્ય મહિલાઓ દ્વારા ચેકઅપ દરમ્યાન અડપલાં કર્યાની ફરિયાદ થયેલ છે ત્યારે ફરી વખત ઘટના પ્રકાશમાં આવતા તબીબી વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.
વેરાવળ પોલીસમાં મહિલા દર્દીએ કરેલ લેખીત અરજીમાં જણાવ્યા મુજબ તા.૧ લીની સાંજે સગર્ભા મહિલા ચેકઅપ માટે સરકારી હોસ્પીટલમાં જઇ કેસ કઢાવી ગાયનેક તબીબ ડો.કુબાવતની ચેમ્બરમાં કાકાજી સાસુ સાથે ગયેલ ત્યારે તબીબે કાકાજી સાસુને બહાર બેસવાનું જણાવી મને તકલીફ(દર્દ) શું છે..? તેવું પૂછતા તેનો જવાબ આપી રહેલ તે સમયે તબીબ મારી છાતી અને ગુપ્ત ભાગો પર હાથ ફેરવી રહેલ ત્યાર કહેલ કે, આવુ શા માટે કરો છો..? તેમ છતાં મારા શરીરે હાથ ફેરવતા ફેરવતા તબીબે ત્યારે તબીબની નિયત બરાબર ન હોવાથી હું બીકની મારી ઝડપથી ચેમ્બરની બહાર નિકળી રાડા રાડ કરતા આજુબાજુના માણસો ભેગા થઇ ગયા હતા. મારા કાકીજી સાસુ તથા અન્ય લોકોને અંદર બનેલ બનાવની વાત કરી રહેલ ત્યારે તબીબે બહાર આવી જણાવેલ કે, તમારાથી થાય તે કરી લેજો મારૂ કોઇ કંઇ બગાડી લેવાનું નથી. અગાઉ ઘણી વખત ઘણી મહિલા દર્દીઓ સાથે આવું કરેલ છે. આ બનાવની ફરીયાદ કરશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ અમો ઘરે જઇ મારા પતિ તથા અન્ય પરીવારજનોને સમગ્ર બનાવની વાત કરી રહેલ ત્યારે અમારી બાજુમાં રહેતા મહિલાએ અમારી પાસે આવીને જણાવેલ કે, અગાઉ અમો ગર્ભવતી હતા તે વખતે ડો.કુબાવતે શારીરીક અડપલા કરી બીભત્સ માંગણી કરી હતી. તે સમયે અમોએ ડરના કારણે ફરીયાદ કરેલ ન હતી. આમ, ડો.કુબાવતે મારી સાથે શારીરીક અડપલા કરી બિભત્સ માંગણી કરી ફરીયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોય તેમની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા માંગણી કરી હોવાનું અંતમાં જણાવેલ છે. આ અંગે પીઆઇ બી.બી.કોલીએ જણાવેલ કે, સરકારી હોસ્પીટલના ગાયનેક તબીબ વિરૂધ્ધ સગર્ભા મહિલાની અરજી મળેલ હોય જેની તપાસ મહિલા પીએસઆઇ ચનીયારાને સોપવામાં આવી છે. તપાસ બાદ તથ્ય જણાશે તો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks