National

એડીઆરનો તાજેતરનો સર્વે : લોકો મોદી સરકારના કામકાજથી ખુશ નથી

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
ચૂંટણી અને ચૂંટણી પ્રક્રિયા પર શોધ અને અધ્યયન સાથે નજર રાખનાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટીક્સ રીફોર્મ્સના તાજેતરના સર્વેમાં સામે આવ્યું છે કે દેશના લોકો મોદી સરકારની કામગીરીથી સંતુષ્ટ નથી. રિપોર્ટમાં બતાવાયું છે કે મતદારોની ૧૦ પ્રાથમિકતાના આધાર પર મોદી સરકારના કામકાજનો સંકોચ ધારણાથી પણ ઓછો આવ્યો છે.
રોજગાર અંગે સરકારનું પ્રદર્શન ખરાબમાનું એક મનાય છે. સર્વે મુજબ મતદાતાઓની શિર્ષ પ્રાથમિકતાના સારા રોજગારની તક અંગે રહ્યું. પાંચના સ્કેલ પર કુલ ર.૧પની રેટીંગ મળી. મતદાતાઓની પ્રાથમિકતા અન્ય બે મુદ્દાઓ સ્વાસ્થ્ય સેવા અને પીવાનું પાણી હતી. જે અંગે પ્રદર્શન ઘણું ઓછું હતું.
તેમાં કહેવાયું છે કે મતદાતાઓની ૧૦ પ્રમુખ જરૂરિયાતો જોતાં સાફ થાય છે કે ભારત મતદાતા આતંકવાદ અને મજબૂત સુરક્ષા તેમજ સૈન્ય શક્તિ જેવા શાસનના મુદ્દાની તુલનામાં રોજગાર, સ્વાસ્થ્ય સેવા પે-જલ, સારા રસ્તા જેવી મહત્ત્વની મૂળભૂત સુવિધાઓ ઈચ્છે છે. ૩૧ પ્રાથમિકતાઓમાં સરકારનું પ્રદર્શન ટકાવારીમાં નીચું રહ્યું. એડીઆરે કહ્યું કે આ ગંભીર ચિંતાની વાત છે કે મતદાતાઓની ૩૧ પ્રાથમિકતાઓમાંથી કોઈપણ મુદ્દે સરકારનું પ્રદર્શન સારૂં રહ્યું નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.