અફઘાન છોકરીઓની રોબોટિક્સ ટીમ યોગ્ય સમયે અમેરિકા આવી પહોંચી

(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૭
અફઘાનિસ્તાનની રોબોટિક્સ ટીમની છોકરીઓના વિઝા યુએસ દ્વારા બે વખત નામંજૂર કરાયા બાદ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તક્ષેપ કરતાં તેઓ શનિવારે વહેલી સવારે વોશિંગ્ટન આવી પહોંચી હતી. તેઓ યુએસની રાજધાનીમાં રવિવારે થનારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાની ત્રણ દિવસીય હરિફાઈ માટે વોશિંગ્ટન આવી પહોંચી હતી. તેમનું સ્વાગત અફઘાન રાજદૂત અને યુએસના વિશેષ રાજદૂત હમદુલ્લાહ મોહિબે કર્યું હતું. તેમણે જણાવ્યું કે સત્તર વર્ષ અગાઉ આ શક્ય ન હતું. સતત સંઘર્ષ વચ્ચે ઉછેર થયો હોવા છતાં આ છોકરીઓ અમારી આકાંક્ષાઓ અને સ્થિતિ સ્થાપક્તાનું પ્રતિનિધિત્વ કરે છે. આ છોકરીઓ દેશને અને સમગ્ર વિશ્વને તે પુરવાર કરશે કે કોઈપણ અમને આંતરરાષ્ટ્રીય સમુદાયના સમાન અને સક્રિય સભ્ય બનવાથી રોકી નહીં શકે. થોડા જ સમયમાં આ મુદ્દાએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું અને આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ટ્રમ્પના કામચલાઉ ધોરણે મૂકવામાં આવેલા પ્રવાસના પ્રતિબંધમાં અફઘાનિસ્તાનનો સમાવેશ નથી થતો તેમ છતાં વિવેચકોએ કહ્યું કે, આ પ્રતિબંધએ મુસ્લિમોને યુએસમાં પ્રવેશવાથી રોકવાનો એક પ્રયાસ છે. આ ઘટનાથી યુએસની અફઘાનિસ્તાનને મદદ કરવાની લાંબાગાળાની યોજના પ્રત્યે પણ ધ્યાન ખેંચ્યું છે. કારણ કે ટ્રમ્પનું વહીવટીતંત્ર નવી સૈન્ય યોજના તૈયાર કરી રહ્યું છે. જેમાં ર૦૦૧થી યુએસ લડત આપી રહ્યું છે. તેવા આ દેશમાં વધુ સૈનિકો મોકલવા જેવી બાબતનો સમાવેશ થાય છે. સુરક્ષા સચિવ જીમ મેટ્ટીસે જણાવ્યું કે આ યોજના આગળ વધારવામાં આવી રહી છે પરંતુ હજુ સુનિશ્ચિત કરવામાં આવી નથી. વિઝાની સિસ્ટમને બાજુએ મૂકીને ટ્રમ્પે આ બાબતમાં અંગત રીતે રસ લેતાં આ નાટકીય ઘટનાનો અંત આવ્યો હતો. આ કેસ ચર્ચામાં આવતા ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધિકારીઓને તેમના પ્રવાસ શક્ય બને તે માટે માર્ગ શોધવાનું કહીને હસ્તક્ષેપ કર્યો હતો. પરિણામે સ્ટેટ ડિપાર્ટમેન્ટે ત્યાંના સિક્યુરિટી ડિપાર્ટમેન્ટને તેમને પેરોલ પર આવવા દેવા માટે કહ્યું. યુએસના અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માટેના વિશેષ રાજદૂત એલીસ વેલ્સે ચિંતા વ્યક્ત કરી હતી કે આ છોકરીઓ પેરોલનો ઉપયોગ યુએસમાં રહેવા અથવા કેનેડા જવા માટે કરી શકે છે. ૧પ૦થી પણ વધુ દેશો સામે હરીફાઈમાં ઉતરનાર આ છોકરીઓ તેમણે બનાવેલા રોબોટની રજૂઆત કરશે જે બ્લ્યુ અને નારંગી રંગના બોલને ઓળખી શકે છે તથા તેમને યોગ્ય ક્રમમાં ગોઠવી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks