(એજન્સી) તા.ર૪
અમેરિકાના વિદેશમંત્રી રેક્સ ટિલરસને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અફઘાનિસ્તાના યુદ્ધમાં વિજય મેળવવાના વાયદા અને તાલિબાનને પરાસ્ત કરવાના વાયદાને નબળો ગણાવતા કહ્યું છે કે કદાચ વોશિંગ્ટન આ યુદ્ધમાં સફળ નહીં થઇ શકે. જોકે દેશના વિદેશમંત્રીની આવી ટિપ્પણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રેક્સે કહ્યું છે કે મને લાગે છે ત્યાં સુધી અમારા રાષ્ટ્રપતિ તાલિબાનીઓ પર સંપૂર્ણપણે દબાણ બનાવવા માગે છે. તેઓ જણાવવા માગે છે કે તાલિબાનીઓ ક્યારેય યુદ્ધભૂમિમાં વિજયી નહીં બની શકે. ટિલરસને પત્રકાર પરિષદમાં કહ્યું કે કદાચ અમે યુદ્ધભૂમિમાં નહીં જીતીએ પરંતુ અમે તલિબાનીઓને પણ જીતવા નહીં દઇએ. ટિલરસનની આ ટિપ્પણી પણ એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ એક દિવસ અગાઉ જ સાઉથ એશિયન દેશોમાં સૈન્ય દખલગીરી ચાલુ રાખવા અહ્વાાન કર્યુ હતું. જોકે ટિલરસને તેને સંપૂર્ણપણે નકામું ગણાવ્યું હતું. ટિલરસને વધુમાં પાકિસ્તાન પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓની મદદ કરવાનું બંધ કરે. તેમણે ધ્યાન દોરતાં કહ્યું હતું કે પાકિસ્તાન નોન-નાટો સભ્ય તરીકેનો જે દરજ્જો ભોગવે છે તેના પર ફરી ચર્ચા કરી શકવામાં આવી શકે છે જો તે તાલિબાનીઓની મદદ બંધ નહીં કરે. નોન-નાટો સભ્ય દેશ હોવાને કારણે અમેરિકા તરફથી પાકિસ્તાનને બિલિયન્સ ડોલરની મદદ મળે છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાનના વલણમાં બદલાવ નહીં આવે તો કદાચ પાકિસ્તાનને મોટું નુકસાન થશે. તેણે આતંકીઓને શરણ આપવાનું બંધ કરવું પડશે. તેમણે કહ્યું કે હવે બધું પાકિસ્તાન પર નિર્ભર કરે છે કે તે શું ઇચ્છે છે ? ટ્રમ્પે પણ સોમવારે આતંકીઓને પનાહ આપવા અંગે પાકિસ્તાનને આડે હાથ લીધું હતું અને ધમકી આપી હતી કે જો તે આતંકીઓને શરણ આપવાનું બંધ નહીં કરે તો તેની લાખો ડોલરની મદદ અટકાવી દેવામાં આવશે.