અફઘાનિસ્તાનમાં મસ્જિદમાં થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટે ૨૯થી વધુ મુસ્લિમોનો ભોગ લીધો

(એજન્સી) અફઘાનિસ્તાન,તા.૨
પશ્ચિમી અફઘાનિસ્તાનમાં થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં ૨૯થી વધુ મુસ્લિમોનો ભોગ લેવાયો છે. આ ઘાતક હુમલામાં ૬૩ લોકો ઘાયલ પણ થયા છે. મંગળવારે મોડી સાંજે આ જીવલેણ હુમલો હેરાતના એક શહેરમાં થયો હતો કે જ્યાંના પ્રદેશની રાજધાની પણ આ જ નામની છે. સ્થાનિક મીડિયાએ રાજ્યપાલના પ્રવક્તા જેલાની ફરહાને હવાલે જણાવ્યું હતું કે મંગળવારના રોજ એક હુમલાખોરે મસ્જિદમાં પ્રવેશી રહેલા નમાઝીઓ પર ગોળીબાર કરી પોતાને ફૂંકી માર્યો હતો. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા રફીક શિરજઈના જણાવ્યા મુજબ શહેરની હોસ્પિટલોમાં ર૯ મૃતદેહો છે.પ્રદેશમાં થયેલા વિસ્ફોટને પગલે અહીં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મેડિકલ ટીમ દ્વારા ૨૯ મૃતદેહોને હેરાતની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘાયલોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાય મહિનાઓથી મુસ્લિમો દેશના કોઈ પણ ખૂણામાં આતંકી હુમલાઓનો ભોગ બની રહ્યા છે. ૨૪ જુલાઈના રોજ થયેલા કાર બોમ્બ હુમલામાં ડઝનેક લોકોનાં મોત નિપજ્યા હતા, જ્યારે ૪૦ લોકો તેમાં ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી હતી. તાલિબાન દ્વારા આ હુમલો રાજધાની કાબૂલની પાડોશમાં આવેલા પ્રદેશમાંથી પસાર થઈ રહેલી સરકારી કર્મચારીઓની બસ પર કરવામાં આવ્યો હતો. આ બસ પ્રદેશના અતિ વ્યસ્ત વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, કે જ્યાં ઘણાં બધા હજારા મુસ્લિમોના ઘરો આવેલા છે અને આ સમુદાય હંમેશાથી કોઈ પણ રીતે વંશીય અત્યાચારનો ભોગ બનતો રહે છે.
આ વર્ષે જૂન મહિનામાં પણ, આતંકીઓ દ્વારા કાબૂલની એક શિયા મસ્જિદમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઘણાં બધા લોકો મોતને ભેટ્યા હતા અને ઘણાં લોકો ઘાયલ પણ થયા હતા. દાઈશ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી પણ લીધી હતી. જ્યારે ડિસેમ્બર ૨૦૧૬માં મસ્જિદમાં એક માનવબોમ્બ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેણે મસ્જિદમાં પોતાની જાતને ફૂંકી મારી હતી અને આ હુમલામાં ૨૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks