International

અફઘાનિસ્તાન : વિદેશી સૈનિકોના કાફલા પર પણ આત્મઘાતી હુમલો કરાયો

(એજન્સી) તા.૩
અફઘાનિસ્તાનના કંધાર ખાતેના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણી શહેરની અણીએ જઇ રહેલા એક વિદેશી સૈન્યના કાફલા પર પણ આત્મઘાતી હુમલો કરવાના સમાચાર મળ્યા છે. જોકે તેમણે કહ્યું કે આ હુમલામાં કોઇ જાતના જાનહાનિ કે નુકસાનના સમાચાર મળ્યા નથી.
કંધાર પોલીસના પ્રવક્તા ઝિયા દુર્રાનીએ કહ્યું કે હું ફક્ત આ હુમલાની પુષ્ટી કરું છું. બુધવારે આ હુમલો કરાયો હતો. જોકે આ હુમલામાં કેટલી જાનહાનિ થઇ તે અંગે હાલ કોઇ માહિતી અમારી પાસે નથી. અમેરિકી સેનાના પ્રવક્તા લેફ.ડેમિયન ઇ. હોરવાથે જણાવ્યું કે અમે આ ઘટનાની તપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ પરંતુ હજુ સુધી અમારે પાસે જાનહાનિ કે નુકસાન થયાની કોઈ વિગત નથી.
અમેરિકા અને નાટોના સહયોગની સેનાના ૧૩,પ૦૦ જેટલા સૈનિકો હાલ અફઘાનિસ્તાનમાં તૈનાત છે. તાલિબાનીઓ પર વિજય મેળવવાના ઉદ્દેશ્ય સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૪૦૦૦ જેટલા વધુ અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનની સરહદે મોકલવાનું વિચારી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે ગત રાત્રિએ પણ એક શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલાખોરે હુમલો કરી ર૯ નાગરિકોના જીવ લઇ લીધા હતા. જોકે આ લોકોની દફનવિધિ પહેલા અફઘાન સરકાર દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઇએ કે આ આત્મઘાતી હુમલાખોરે મસ્જિદમાં ધસી આવી બેફામ ગોળીબાર કર્યો હતો. લગભગ આ ઘટના સાંજની નમાઝ વખતે બની હતી. જોકે તેની ૧૦ મિનિટ બાદ ફરી એક જોરદાર ધડાકો પણ થયો હતો. પશ્ચિમી હેરાત પ્રાંતમાં કરાયેલા આ આતંકી હુમલાની હજુ સુધી કોઇ આતંકી સંગઠને જવાબદારી સ્વીકારી નથી. જોકે આઈએસના આતંકીઓ અગાઉ આવો હુમલો કરવાની ચેતવણી આપી ચૂક્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    સીરિયામાં ઇરાની વાણિજ્યવાસ પર ઇઝરાયેલનાહુમલાથી નજીકના કેનેડિયન મિશનને નુકસાન

    (એજન્સી) તેહરાન, તા.૧૩કેનેડાના વિદેશ…
    Read more
    International

    ઇઝરાયેલને પેલેસ્ટીની કેદી વાલિદ દક્કાહનુંશબ પરત કરવા એમ્નેસ્ટીની હાકલ

    (એજન્સી) તા.૧૩માનવાધિકાર સંગઠન…
    Read more
    International

    ઇઝરાયેલી હાઇકોર્ટે અરબ ઇઝરાયેલી નાગરિકોને લશ્કરી સેવામાં ભરતી કરવાની અરજી ફગાવી દીધી

    (એજન્સી) જેરૂસલેમ, તા.૧૩ઇઝરાયેલન…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.