Site icon Gujarat Today

ઐતિહાસિક એથેન્સમાં ૧૯મી સદી પછી પ્રથમ મસ્જિદનું બાંધકામ આ એપ્રિલમાં સમાપ્ત થશે

(એજન્સી)                 એથેન્સ, તા.૧૬

ઐતિહાસિક એથેન્સ શહેરમાં પ્રથમ સત્તાવાર મસ્જિદનું બાંધકામ એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે એવું ગ્રીકના દૈનિક અહેવાલમાં જણાવ્યુ હતું. ગ્રીકના પાટનગરમાં આ મસ્જિદ વોટનીકોસના પાડોશમાં એક ભૂતપૂર્વ નેવલ સ્થાન પર સ્થિત છે.

૧૯ મી સદી પછી પ્રથમવાર ગ્રીક સંસદમાં ગત ઓગષ્ટમાં આ મસ્જિદ બાંધવા માટે એક બિલ પસાર કરવામાં આવ્યું હતું પરંતુ પોતાની જાતને ગ્રીકના “દેશભકતો” કહેતા લોકો દ્વારા આ જગ્યા પર કબ્જો કરીને આ બાંધકામ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. આ કબ્જા સમયે તેઓએ જણાવ્યું હતું કે, તેઓ રૂઢિચુસ્ત ગ્રીક દેશમાં મસ્જિદના બાંધકામનો વિરોધ કરે છે અને તેને બદલે આ સાઇટ પર ગ્રીકના બેઘર લોકો માટે આશ્રય બનાવવા જોઈએ. અંતે પોલીસ દ્વારા આ કબ્જો ખાલી કરવવામાં આવતા આ બાંધકામ નવેમ્બરની શરૂઆતમાં પુનઃ શરૂ કરવામાં આવ્યું હતું. આ મસ્જિદ બહુ ઊંચી બનશે નહીં અને તેમાં મિનારા પણ નથી. આ મસ્જિદમાં ૩૫૦ લોકો નમાઝ પઢી શકશે. ઉપરાંત એક પાર્કિંગ પ્લોટ અને એક મનોરંજન વિસ્તાર પણ બનાવવામાં આવશે. જનરલ એકાઉન્ટિંગ ઓફિસરના કહેવા પ્રમાણે આ મસ્જિદના નિર્માણમાં આશરે ૧ મિલિયન યુરોનો ખર્ચ થશે અને ગ્રીક રાજ્ય આ તમામ ખર્ચ ભોગવશે. જો કે ડઝનેક બિન-સત્તાવાર મસ્જિદો ગ્રીકની રાજધાની એથેન્સમાં સ્થિત થયેલ છે, પરંતુ ર્ફંટ્ઠર્હૈા એક ૧૯ મી સદીથી ગ્રીક રાજ્ય દ્વારા જારી લાયસન્સ સાથે પ્રથમ હશે.

Exit mobile version