Site icon Gujarat Today

સઉદીએ હજયાત્રા દરમિયાન બિલ્ડીંગ તૂટી પડવાની અફવા અંગે સ્પષ્ટતા કરી

આવી કોઈ જ ઘટના બની નથી : સઉદી નાગરિક સુરક્ષા એજન્સી
(એજન્સી) જિદ્દાહ, તા.૧૭
સઉદી નાગરિક સુરક્ષાના અધિકારીઓએ મક્કા શહેરમાં હજ દરમિયાન હોટલ તૂટી પડવાની અફવા અંગે પુષ્ટિ કરી હતી. આધિકારિક રીતે તેઓએ જણાવ્યું કે, આવી કોઈપણ ઘટના બની નથી. ખલીજ ટાઈમ્સ મુજબ, આથી બધી પ્રજાને જણાવવામાં આવે છે કે આવી કોઈ અફવા ન ફેલાવે અને આવી કોઈ જ ઘટના બની નથી. મક્કામાં કોઈ બિલ્ડીંગ તૂટી નથી. હકીકતમાં હજ દરમિયાન ઈમરજન્સી માટે નાગરિક સુરક્ષા મંત્રાલય દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી જેના કારણે આ અફવા ફેલાઈ હતી કે મક્કામાં એક હોટલ તૂટી પડી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસોમાં સઉદીની બિલ્ડીંગ તૂટી પડયા હોવાના ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, મક્કા મસ્જિદની બહારની બિલ્ડીંગ તૂટી પડી છે. જેમાં ઘણા લોકોના મોત થયા છે પણ હકીકત એવી છે કે, આ એક અફવા છે. જેની સઉદી નાગરિક સુરક્ષા એજન્સીએ પુષ્ટિ કરી છે. આવી કોઈ જ ઘટના ન બની હોવાનું એજન્સીએ જણાવ્યું છે.

Exit mobile version