Gujarat

મોરબીમાં બાળકો ઉઠાવી જનાર ટોળકી સક્રિય થઈ હોવાની અફવા : જિ.પોલીસ વડા

મોરબી,તા.ર૭
મોરબી જિલ્લામાં બાળકોની ઉઠાંતરીના સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા મેસેજ ખોટા તદ્દન પાયાવિહોણા હોય મોરબી જિલ્લા પોલીસ ચાલતી અફવાનુ ખંડન કર્યુ છે. જિલ્લા પોલીસવડા દ્વારા આજે પત્રકાર પરિષદ યોજી અફવાઓ પર ધ્યાનના આપવા અને અફવાઓ ફેલાતી રોકવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ દ્વારા ષબાળકોને ઉઠાવી જતી ગેંગ મોરબી જિલ્લામાં આવી હોવાના સોશિયલ મીડિયામાં વાઈરલ મેસેજ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે હાલમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ જેવા કે વોટસએપ ફેસબુક ટ્‌વીટર મારફત અફવા ચાલી રહી છે. મોરબી જિલ્લામાં કોઈ ચોક્કસ ગેંગ બાળકોના અપહરણ કરવા માટે ઉતરેલ છે તે વાત તદન ખોટી અને પાયાવિહોણી છે. આવી કોઈ ગેંગ મોરબી જિલ્લા ખાતે આવેલ નથી. આ માત્ર એક અફવા છે. તેમજ મોરબી જિલ્લાના તમામ નાગરિકોને આ પ્રકારની અફવાથી ડરવું નહી તેમજ આવી અફવા પર વિશ્વાસ કરવો નહી અને અફવાથી ગભરાઈને કાયદો હાથમાં લેવો નહી અને આવી અફવા ફેલાવનાર તત્વોથી સાવધાન રહેવુ આવી અફવાઓ સાંભળીને કોઈ વ્યક્તિ કાયદાને હાથમાં લેવાનું કૃત્ય કરતા જણાઈ આવે તો તેની જાણ મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના ડાયલ નં ૧૦૦ પર કરવા વિનંતી કરવામાં આવી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Gujarat

    ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

    ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
    Read more
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.