આગામી ર૦મીએ અમરેલીની મુલાકાતે આવતા ધારાસભ્ય મેવાણી

અમરેલી, તા.૧૬
દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આગામી ૨૦ જાન્યુઆરીના રોજ અમરેલી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે દલિત સમાજ દ્વારા તેઓનું સન્માન કરવાની તડામાર તૈયારીઓ થઇ રહી છે.
અમરેલી જિલ્લામાં “દલિત અધિકાર મંચ’’ના નેજા હેઠળ દલિત સમાજના પ્રાણ પ્રશ્નો જેવા કે રોજગારી અને સરકારી નોકરીઓમાં દલિત સમાજની હિસ્સેદારી અને તેના માટે નોકરી વાંચ્છું યુવાનોને ઇન્ટરવ્યુ માટે કોચીંગ કલાસ અને તેના માટે ફિઝિકલી ફીટનેસ માટે તાલીમ તેમજ અમરેલીમાં સરકારી પડતર જમીનો તથા ટોચ મર્યાદાની ફાજલ પડેલ જમીનો જરૂરિયાતમંદ લોકોને અપાવવા માટે અમરેલી જિલ્લામાં સાંથણી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમજ સરકાર તરફથી જે લોકોને સાંથણીમાં જમીન મળી હોય પણ કબજા ન સોંપવામાં આવેલ હોય અને તેવી જમીન ઉપર કોઇ દબંગોનો કબજો હોય તો તેવી જમીનના વાસ્તવિક કબજા દલિતોને મળે તે માટેનું આયોજન કરી જીગ્નેશ મેવાણીની હાજરીમાં આ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે તથા વાલ્મિકી સમાજના લોકો નગરપાલિકામાં નોકરી કરતા હોય ત્યાં તેમનું થતું શોષણ, નગરપાલિકામાં રેગ્યુલર ભરતી કરવાને બદલે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સફાઈ કામગીરી કરાવી સફાઈ કર્મચારીઓના હક્ક હિતને નુકસાન પહોંચાડે છે. તેની સામે કાનૂની લડત અને કામગીરી જેવા અગત્યના અને સમાજની આર્થિઁક ઉન્નતિમાં મદદરૂપ થાય તેવા મહત્ત્વના મુદ્દાઓ ઉપર કામ કરવાના નિરાધાર સાથે “દલિત અધિકાર મંચ’’નંુ માળખું અમરેલી જિલ્લામાં તૈયાર કરવામાં આવી રહ્યું છે.
જીગ્નેશ મેવાણી આ બાબતે કલેક્ટરશ્રી અમરેલીને રૂબરૂ મુલાકાત કરી આવેદનપત્ર આપશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks