આઘાતજનક ! મહારાષ્ટ્ર સરકારે ટોચના જજની બદલી કરી કારણ કે તેઓ કદાચ તેની તરફેણમાં આદેશ નહીં આપે

મુંબઇ, તા. ૨૫
એક અભૂતપૂર્વ ઘટનામાં જાણવા મળ્યું છે કે, મહારાષ્ટ્ર સરકારે વરિષ્ઠતમ હાઇકોર્ટના જજની બદલી કરી નાખી છે કારણ કે તેને ડર હતો કે, તે અવાજ પ્રદૂષણના કેસમાં સરકારની તરફેણમાં ચુકાદો નહીં આપે. આ અભૂતપૂર્વ વલણ ત્યારે સામે આવ્યું છે જ્યારે અવાજ પ્રદૂાષણના એક કેસમાં જસ્ટિસ અભય ઓકા સુનાવણી કરી રહ્યા હતા ત્યારે રાજ્યની ભાજપ સરકારે તેમની વિરૂદ્ધ પક્ષપાતનો આરોપ મુક્યો હતો. રાજ્યના ગૃહ વિભાગના ડેપ્યુટી સચિવ વિજય પાટિલે પોતાની એપ્લીકેશનમાં જણાવ્યું હતું કે, માનનીય તથા નામદાર જજ કેએસ ઓકાએ આ અરજીના સંદર્ભમાં કેટલાક વલણ દ્વારા સાબિત કર્યું છે કે, તેઓ પક્ષપાતી વલણ ધરાવે છે. રાજ્ય સરકારે જસ્ટિસ ઓકાના દહી હાંડીની ટીકા બદલ પણ તેમની સામે નારાજગી દર્શાવી હતી. જ્યારે શાંત વિસ્તારો જાહેર કરવાના અવાજ પ્રદૂષણના સુધારા અંગે તેમની નોંધમાં જસ્ટિસ ઓકાએ જણાવ્યું હતું કે, આજ કોર્ટે ગયા વર્ષે ઓગસ્ટમાં ચુકાદો આપ્યો છે કે, આવા વિસ્તારોને ખાસ રીતે શાંત વિસ્તારો જાહેર કરવાની કોઇ જરૂર જણાતી નથી તેથી આ વિસ્તારો તેમની પહેલાની સ્થિતિમાં ત્યાં સુધી રહેશે જ્યાં સુધી બીજો આદેશ પસાર ન થાય. ગુરૂવારે સવારે આ કેસમાં બદલીની માગ કરતી અરજી રાજ્ય સરકારે મુખ્ય ન્યાયાધીશને મોકલી છે અને તેની જાણ પીઠને કરાઇ છે. આ કેસોમાં વાંધો લેવા જસ્ટિસ ઓકાએ ઇન્કાર કર્યો હતો અને મુખ્ય ન્યાયાધીશના આદેશની માગ કરતા એટોર્ની જનરલને સવાલ કર્યો હતો. ગુરૂવારે ત્રણ વાગે આઘાતજનક રીતે જાણવા મળ્યું કે, મુખ્ય ન્યાયાધીશે જસ્ટિસ ઓકાની બદલી કરી નાખી છે. જસ્ટિસ ઓકા અને જસ્ટિસ આરઆઇ ચાગલાની પીઠે નોંધ્યું કે, આ ઘટનાક્રમથી અમે આશ્ચર્યચકિત થઇ ગયા છીએ. અમે પક્ષો તરફથી આવેલા વકીલોને સાંભળી પ્રથમ દર્શનીય પરંપરાને પગલે નોંધ લઇ રહ્યા હતા અને તેમને યોગ્ય દોરવણી આપી રહ્યા હતા. જ્યારે ૨૪મી ઓગસ્ટે પક્ષપાતનો ગંભીર આરોપ લગાવતો પત્ર મળી ગયો. રાજ્ય સરકારના આ વલણને કારણે વરિષ્ઠ વકીલોમાં પણ ચર્ચાનો દોર ચાલ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks