(એજન્સી) બાંસવાડા, તા. ૧૯
રાજસ્થાનના બાંસવાડામાં એક ખેડૂત રેલીને સંબોધિત કરતાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કેન્દ્રની મોદી સરકાર પર બરાબરની અડફેટે લીધી હતી. ‘અઘટિત ઉતાવળ’માં જીએસટીને લાગુ પાડવા બદલ રાહુલ ગાંધીએ મોદી સરકારની ઝાટકણી કાઢતાં રાહુલે કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોની સમસ્યાઓ પર ધ્યાન આપી રહી નથી. તેવી જ રીતે સંસદમાં પણ ખેડૂતો માટેની કોંગ્રેસની ફરિયાદને ધ્યાનમાં લેવામાં આવી રહી નથી. કોંગ્રેસે કિસાન આક્રોશ આંદોલનની શરૂઆત કરી છે. આ આંદોલન મારફતે કોંગ્રેસ પાર્ટી આખા દેશમાં ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ઉઠાવશે, આ આંદોલન આખા દેશમાં ચાલશે. રાહુલે ખેડૂતોને સંબોધિત કરતા કહ્યું કે, ‘આજે લોકસભામાં અમે ખેડૂતોનો મુદ્દોને ઉઠાવવા માંગીએ છીએ. પ્રધાનમંત્રી પણ સદનમાં હાજર છે, પરંતુ અમને બોલવાનો મોકો આપવામાં આવતો નથી,’ તેમને ભાજપ પર ખેડૂતોની અવગણના કરવાનો આરોપ લગાવતા કહ્યું, ‘જીએસટી માટે રાત્રે ૧૨ વાગે પાર્લામેંટ ખોલવામાં આવે છે પરંતુ ખેડૂતો માટે એક મિનિટ પણ વાત કરવા દેતા નથી.’ રાહુલ ગાંધીએ બાંસવાડામાં કહ્યું કે કોંગ્રેસે પંજાબ અને કર્ણાટકમાં ખેડૂતો માટે દેવું માફ કર્યું, તો બીજેપી કોંગ્રેસથી ડરીને યૂપીમાં તેમને ખેડૂતોનું દેવું માફ કર્યું. તેમને કહ્યું, રાજસ્થાનમાં પણ કોંગ્રેસ યૂપી જેમ દબાણ બનાવીને ખેડૂતોને દેવું માફ કરાવશે.રાહુલ ગાંધીએ કહ્યું કે જીએસટીને લાગુ પાડવા માટે અડધી રાતે સંસદના દ્વાર ખોલવામાં આવે છે પરંતુ ખેડૂતોની સમસ્યાઓને એક કાનેથી સાંભળીને બીજે કાને કાઢી નાખવામાં આવે છે. સરકારે ખેડૂત સમસ્યા પરત્વે મૂક બની છે. રાજસ્થાન કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સચિન પાયલટ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. નવી દિલ્હીમાં પણ કિશાન આક્રોશ રેલની જેમ જ કિશાન મુક્તિ રેલી ચાલી રહી છે. મંગળવારે ઘણી પાર્ટીઓના નેતાઓ આ રેલના માધ્યમ દ્વારા તેમની ફરિયાદ વ્યક્ત કરી હતી. આ પહેલા બુધવારે રાહુલ ગાંધીએ જીએસટીના અમલીકરણ પર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતાં એવું જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે અઘટિત ઉતાવળ કરીને જીએસટીનો અમલ કર્યો છે.