(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૬
કાર્ય બોજ તેમજ ઘરેલું સમસ્યાને કારણે માનસિક ડીપ્રેશનમાં આવી ગયેલા પોલીસ વિભાગમાં નોકરી કરતા આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (એ.એસ.આઇ.) હસમુખ પરમારે અગ્નિસ્નાન કરી લેતા તેમનું ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન આજે સવારે મોત નિપજ્યું હતું.
બનાવની વિગત એવી છે કે હરણી સ્વાદ કવાટર્સમાં રહેતા અને સયાજીગંજ પોલીસ મથકમાં એએસઆઇ તરીકે નોકરી કરતા હસમુખભાઇ પરમાર (ઉ.વ.૫૬) નોકરી પરનો કાર્યબોજ તેમજ ઘરેલું કેટલીક સમસ્યાને લઇને તેઓ માનસીક ડીપ્રેશનમાં રહેતા હતા. તેઓ ત્રણ દિવસથી માંદગીની રજા ઉપર હતા. માનસીક તાણથી આવેશમાં આવી મકાનની અગાસી પર પહોંચ્યા પોતાની જાતેજ શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું.
અગ્નિસ્નાનમાં દાઝેલા હસમુખભાઇને સારવાર માટે સયાજી હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ તેમને ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું આજે વહેલી સવારે મોત નિપજ્યું હતું. વારસીયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.