Ahmedabad

અહમદ પટેલ, મલ્લિકાર્જુન, પી.ચિદમ્બરમ સહિતના અગ્રણીઓનું આજે આગમન થશે

અમદાવાદ,તા.ર૬
આગામી ર૮મી ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક છ દાયકા બાદ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. ઉપરાંત ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતેના મેદાનમાં કોંગ્રેસની જંગી જનસંપર્ક રેલી યોજાવાની છે. ત્યારે આ બેઠક અને સભામાં ભાગ લેવા એઆઈસીસીના સાંસદ અહમદભાઈ પટેલ સહિત પૂર્વ કેન્દ્રીયમંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓનું આવતીકાલે આગમન થશે.
આગામી ર૮મી તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ભવન ખાતે યોજાનાર છે આ બેઠકમાં ગાંધી પરિવારના સભ્યો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી, ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ નેતાઓ હાજર રહેશે. આ ઉપરાંત ગાંધીનગરના અડાલજના ત્રિમંદિર ખાતે યોજાનારી જંગી જાહેરસભામાં પણ તમામ નેતાઓ ઉપસ્થિત રહેશે.
આ બેઠક અને રેલીમાં હાજર રહેવા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના ખજાનચી અને વરિષ્ઠ નેતા અહમદભાઈ પટેલ, લોકસભા વિપક્ષના નેતા અને પૂર્વમંત્રી મલ્લિકાર્જુન પડગે ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ આનંદ શર્મા, પી. ચિદમ્બરમ, મુકુલ વાસનિક, કે.સી. વેણુગોપાલ, અંબિકા સોની, ગુલામનબી આઝાદ, એ.કે. એન્ટોની, રઘુવીર મીનાકુમારી શૈલજા ઉપરાંત ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવત, આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ તથા કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમાન ચાંડી આવતીકાલે ગુજરાતમાં આવી પહોંચશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.