(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૯
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ગતરોજ યોજાયેલી ચૂંટણીમાં જીતનો સહેરો પહેરેલા કોંગ્રેસ અને ભાજપના ત્રણે ઉમેદવારોની જન્મતારીખના ક્રમ મુજબ એક ગજબનો સંયોગ સર્જાયો હતો અને એ પણ જોગાનું જોગ ઉમેદવારના ક્રમ મુજબ મેળ ખાતો હતો. બેલેટ પેપરમાં સૌપ્રથમ નંબર કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલનો હતો જ્યારે અહમદ પટેલની જન્મતારીખ ર૧ ઓગસ્ટ ૧૯૪૯ છે. ત્યારબાદ બેલેટ પેપરમાં બીજા ક્રમાંકે ભાજપના ઉમેદવાર અમિત શાહ હતા જ્યારે ઉતરતા ક્રમમાં જોગાનુંજોગ તેમની જન્મતારીખ અહમદ પટેલ બાદ રર તારીખ છે. અમિત શાહનો જન્મ રર ઓક્ટોબર ૧૯૬૪ના રોજ થયો હતો જ્યારે બેલેટ પેપરમાં ત્રીજા ક્રમે સ્મૃતિ ઈરાની હતા જ્યારે જન્મ તારીખની ક્રમ મુજબ સ્મૃતિ ઈરાનીની જન્મતારીખ ર૩ માર્ચ ૧૯૭૬ છે. આમ બેલેટ પેપરમાં પ્રથમ, બીજા અને ત્રીજો ક્રમાંક ધરાવતા અહમદ પટેલ, અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જન્મ તારીખનો ક્રમ પણ ર૧,રર અને ર૩ થતો હોવાથી ગજબનો સંયોગ ઊભો થયો હતો. એ જ રીતે ઉમરની દૃષ્ટિએ જોઈએ તો બેલેટ પેપરમાં પ્રથમ ક્રમાંક ધરાવતા અહમદ પટેલની વય ૬૮ વર્ષની છે જ્યારે બીજો ક્રમાંક ધરાવતા અમિત શાહની ઉંમર પ૩ વર્ષ તથા ત્રીજો ક્રમાંક ધરાવતા સ્મૃતિ ઈરાનીની ઉમર ૪૧ વર્ષ છે. આમ વયમાં પણ અહમદ પટેલ સૌથી પ્રથમ ક્રમાંક ધરાવતા હતા.