અહમદ પટેલના જન્મદિનની પિરામણ ગામ સહિત ભરૂચ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી

(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.ર૧
રાજ્યસભાના સભ્ય અને ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અહમદ પટેલના ૬૯મા જન્મ દિનની તેમના વતન પિરામણ ગામ ખાતે ગ્રામજનો અને કોંગ્રેસના આગેવાનોએ ઉજવણી કરી હતી. આજરોજ સવારથી જ પિરામણ ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. પિરામણ આરોગ્ય કેન્દ્ર ખાતે અહમદ પટેલના જન્મદિનની ઉજવણી બાળકીઓ પાસે કેક કાપી અને મીઠાઈ વહેંચીને કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી પનોતા પુત્ર અહમદ પટેલના જન્મદિનને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, જિલ્લા પ્રવક્તા નાજુ ફડવાલા, મગનભાઇ માસ્ટર, શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, ઇકબાલ ગોરી, ચન્દ્રેસ જોસી, વસીમ રાજા, મોહંમદઅલી શેેખ, મ્યુ.સભ્ય અમીર મુલ્લા (પ્રકાશ હોટલ), મોલવી સુલેમાન ભૈયાત, પિરામણ ગામના ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલ, સરપંચ જેન્તી વસાવા, અસલમ હાંટિયા, સુલેમાન ઉનિયા, યુનુસ નવાબ, મેહમુદખાન પઠાણ, આગેવાનો પિરામણ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતની કોંગ્રેસ સમિતિઓમાં તથા કાર્યકરોના તથા આગેવાનોના નિવાસસ્થાને અહમદ પટેલની સાલગીરાહ પ્રસંગે કેક કાપીને એકબીજાને ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેવી જ રીતે તાજેતરમાં રાજ્યસભાની થયેલી ચૂંટણીમાં ભાજપ દ્વારા અહમદભાઈ પટેલને હરાવવાની તમામ કોશિશો નાકામ થઈ હતી અને તેઓ ૪૪ મત મેળવી વિજેતા બનતા તે અંગે પણ શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા કોંગ્રેસના પ્રમુખ ડો.જીતેન્દ્ર પટેલ, દક્ષિણ ગુજરાત માઈનોરિટીના ઝોનલ ચેરમેન ઈકબાલ ગોરી, શહેર પ્રમુખ ભુપેન્દ્ર જાની, જિલ્લા યુવા મહામંત્રી વસીમ ફડવાલાની આગેવાની હેઠળ જન્મદિનની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મ્યુ. સભ્ય યુનુસ શેખ, પિરામણના ડે.સરપંચ ઈમરાન પટેલ, જયદીપ પટેલ, આશિષ જોષી, મ્યુ. સભ્ય શરીફ કાનુગા, નેશનલ રાજીવ બ્રિગેડના પ્રમુખ અફઝલ પઠાણ, અંકલેશ્વરના વિધાનસભા યુથ કોંગ્રેસ મહામંત્રી મહેમૂદ પઠાણ તથા યુવક કોંગ્રેસના શૈલેષ પ્રજાપતિ સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks