Ahmedabad

અહમદ પટેલ સારા અને સોબર વ્યક્તિ છે તેમનો હિસાબ દિલ્હીવાળા કરવા માગતા હતા

અમદાવાદ,તા. ૧૦
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલને હરાવવામાં કોઇપણ રીતે કસર બાકી નહી રાખીને તેમની પીઠમાં ઘા માર્યા બાદ પણ હજુ શંકરસિંહ વાઘેલા એવા બણગા ફુંકી રહ્યા છે કે, અહમદ પટેલ સાથે મારા સંબંધો હતા, છે અને રહેશે. અહમદ પટેલ સારા અને સોબર વ્યકિત છે, તેમનો હિસાબ દિલ્હીવાળા કરવા માંગતા હતા પણ તેઓ જીતી ગયા. પોતાના રાજકીય ગણિતનો માસ્ટરસ્ટ્રોક ફેલ ગયા બાદ પણ બાપુ હવાતિયા મારવાનું ભૂલતા નથી તેવી ચર્ચાએ આજે રાજકીય વર્તુળમાં ભારે જોર પકડયું હતું. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચને મત રદ કરવાનો અધિકાર નથી. આ અધિકાર માત્ર રિટર્નીંગ ઓફિસર પાસે જ હોય અને હજુ જોજો આ સમગ્ર મામલો સુપ્રીમકોર્ટમાં જવાનો છે. તેમણે એવો સંકેત પણ આપ્યો હતો કે, તેમની સાથે કોંગ્રેસ છોડનારા તમામ લોકો ભાજપમાં જોડાઇ જશે.
બાપુએ આજે ફરી એકવાર અહમદ પટેલની જીત ખૂંચતી હોય તેમ છીછરી વાત કરતાં જણાવ્યું હતું કે, અહમદ પટેલ કોંગ્રેસના લીધે નહી પરંતુ જેડીયુ કે એનસીપીના વોટના કારણે જીત્યા છે. કોંગ્રેસે ધારાસભ્યોને બંધક બનાવીને જીત મેળવી છે. ધારાસભ્યો પક્ષથી ખુશ ન હતા, એક તબક્કે તો કોંગ્રેસમાંથી ૩૦ ધારાસભ્યો પક્ષ છોડવા તૈયાર હતા. વાઘેલાએ ફરી આજે એ જ ગાણું ગાયુ હતું કે, મેં કોંગ્રેસ હાઇકમાન્ડને બધી વાત સમજાવી હતી પરંતુ કોઇએ મારી વાત માની નહી. કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે અગાઉ સીબીઆઇ કે સેન્ટ્રલ એજન્સીના ડર કે દબાણવશ રાજીનામું આપ્યા બાબતે કરેલી ટિપ્પણીને ફરી એકવાર દોહરાવી બાપુએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રભારી મારા વિશે આ પ્રકારે બોલે તે યોગ્ય નથી. મેં પહેલા જ કહ્યું હતું કે, ગેહલોત માફી માંગે નહીં, મારો મત અહમદ પટેલને નહી આપું. તેમણે ઉમેર્યું કે, તેઓ સીબીઆઇ કે કોઇપણ એજન્સીથી ડરતા નથી. જે ધારાસભ્યોએ ભાજપને મતો આપ્યા છે, તેઓની ચિંતા હવે ભાજપે કરવાની છે. હું કોઇ પાર્ટીના બંધનમાં બંધાવાનો નથી.
બે બળવાખોર ધારાસભ્યોના વોટ મામલે શંકરસિંહે જણાવ્યું હતું કે આ કોંગ્રેસનું કાવતરૂં હતું. જે તેણે પહેલાંથી જ પ્લાન કરી રાખ્યું હતું. ચૂંટણી પંચને મત રદ કરવાનો કોઈ અધિકાર નથી. જો ચૂંટણીપંચ સાચું હોય તો તેના નિર્ણયને રિવ્યુ કરે એમ જણાવ્યું હતું. જ્યારે બળવાખોર ધારાસભ્યો અંગે તેમણે જણાવ્યું હતું કે મારી સાથે કોંગ્રેસ છોડનારા ભાજપમાં જશે. જેટલા ધારાસભ્યએ ભાજપને વોટ આપ્યા છે તેમની ચિંતા હવે ભાજપે કરવાની છે એમ જણાવી પોતાના સાથીઓની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી લીધા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

  1 Comment

  Comments are closed.