Ahmedabad

અહમદ પટેલનો જય જયકાર

“સત્યમેવ જયતે” અહમદ પટેલ
કોંગ્રેસની છાવણીમાં હર્ષોલ્લાસ : ભાજપમાં
સોપો, બળવંતસિંહની કારમી હાર
અહમદ પટેલે કોંગ્રેસની સમગ્ર નેતાગીરી અને ધારાસભ્યો-કાર્યકરોનો આભાર માન્યો
ભાજપના ઉમેદવાર અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીનો પણ જ્વલંત વિજય
‘‘ આ ફક્ત મારી જીત નહીં પરંતુ બેશરમ રીતે નાણાનો ઉપયોગ, બળપ્રયોગ અને રાજ્યની તમામ મશીનરીના બેફામ ઉપયોગની હાર છે’’ : અહમદ પટેલ

 

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૮
ગુજરાતમાં વર્ષોથી બિનહરીફ યોજાતી રાજ્યસભાની ચૂંટણીને પરાણે પ્રતિષ્ઠાનો જંગ બનાવી ભાજપે શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી જે રીતે ગૂંચવણમાં નાખી દીધી હતી. તેને ભારે દબાણ છતાં ચૂંટણીપંચે કાયદાકીય પ્રક્રિયાને અનુસરી કોંગ્રેસની વાત માન્ય રાખતા કોંગ્રેસના બંને બળવાખોર ધારાસભ્યોના મત રદ કર્યા હતા. પરિણામે અહમદ પટેલની જીત નિશ્ચિત બનતા ભાજપના પેટમાં તેલ રેડાયું હતું અને ચૂંટણીપંચનો આદેશ હોવા છતાં રિટર્નિંગ ઓફિસરો પર દબાણ લાવી ભાજપે મોડીરાત્રી સુધી મતગણતરી શરૂ થવા દીધી ન હતી. અંતે બે વાગે મતગણતરી શરૂ થતાં ભાજપના અમિત શાહ, સ્મૃતિ ઈરાની તથા કોંગ્રેસના અહમદ પટેલનો વિજય થયો હતો.
રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠક માટે ચૂંટણીમાં ભારે રસાકસી અને ખેંચતાણ જોવા મળી હતી. કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યોએ પોતાના મત વિરોધી પાર્ટીના ઉમેદવારને બતાવ્યો હોવાને લીધે તેઓના મત રદ કરવા માટે કોંગ્રેસની ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી. જેના લીધે ભાજપ કોંગ્રેસનું રાષ્ટ્રીય રાજકારણ પણ ગરમાયું હતું. અંતે ચૂંટણીપંચે બંને બળવાખોર ધારાસભ્યોના મત રદ કરવાનો આદેશ કરતાં કોંગ્રેસને મોટી રાહત મળી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભાજપને મત આપનારા કોંગ્રેસના બળવાખોર રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલે પોતાનો મત વિરોધી પાર્ટીના ઉમેદવારોને બતાવ્યો હોવાના લીધે મત રદ કરવા કોંગ્રેસ પક્ષે માગ કરી હતી. જેના લીધે દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ ચૂંટણીપંચમાં પહોંચી જઈ રજૂઆત કરી હતી. દિલ્હીમાં ચૂંટણીપંચ સમક્ષ બંને પક્ષના નેતાઓએ ત્રણ-ત્રણ વાર બેઠકો કરી હતી. તે દરમિયાન બંને પક્ષે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. ત્યારે અંતે ચૂંટણીપંચે બંને બળવાખોર ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલના મત રદ કરવાનો નિર્ણય કર્યો હતો. બે ધારાસભ્યોનો મામલો ચૂંટણી પંચમાં અટવાયેલો હોવાથી ચૂંટણીની મતગણતરી પણ અટકી ગઈ હતી. સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી શરૂ થવાની હતી તે ચૂંટણીપંચના નિર્ણય બાદ રાત્રે રઃ૦૦ વાગે શરૂ થઈ હતી. ત્યારે બળવાખોર કોંગી ધારાસભ્યોના મત રદ કરવાના કોંગ્રેસના નિર્ણયથી ચૂંટણીમાં એક નવો જ વળાંક આવ્યો છે. કલાકો સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ અંતે કોંગ્રેસનો વિજય થતાં બંને ધારાસભ્યોના મત રદ કરતા ભાજપને મોટો ફટકો પડ્યો હતો.
ચૂંટણી પંચના નિર્ણય બાદ કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને અહમદ પટેલના નિશ્ચિત વિજયને વધાવી લીધો હતો.
દરમિયાન મોડી રાત્રે બે વાગે મતગણતરી શરૂ થતાં અહમદ પટેલની જોઈતાં ૪૩.પ મત કરતાં વધુ મત એટલે કે ૪૪ મત મળતાં તેમનો જ્વલંત વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂતનો પરાજય થયો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

  3 Comments

  Comments are closed.