AICCના સોશિયલ મીડિયા વિભાગના ચેરમેન પદે રોહન ગુપ્તાની નિમણૂંક

અમદાવાદ, તા.ર૮
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એઆઈસીસીના સોશિયલ મીડિયા વિભાગના ચેરમેન તરીકે રોહન ગુપ્તાની તત્કાલ અસરથી નિમણૂંક કરી છે. તેઓ વર્ષ ૨૦૧૭થી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના નેશનલ મીડિયા કો-ઓર્ડિનેટર તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓએ વર્ષ ૨૦૧૧થી ૨૦૧૮ સુધી ગુજરાત કોંગ્રેસ આઈ.ટી. સેલના ચેરમેન તરીકે પણ સેવા આપી છે. રોહન ગુપ્તાની વર્ષ ૨૦૧૧માં ગુજરાત કોંગ્રેસ આઈટી સેલના ચેરમેન તરીકેની નિમણૂંક કરવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts