(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૯
શહેરના પાંડેસરા વિસ્તારમાંથી પસાર થઇ રહેલા બાઇક ચાલક ઉપર કેટલાક અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો.જેમાં શરીરે ગંભીર રીતે ઘવાયેલા આ યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હો.જ્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળે છે.આ યુવકને બચાવવા માટે હોસ્પિટલના ચાર અલગ અલગ વિભાગના તબીબો કામે લાગ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા સાંતનગરમાં રહેતો મૂળ ઓરિસ્સાવાસી મિઠ્ઠુ ઉર્ફે અજય મહેશ્વર જેના (ઉ. વ. ૩૧)તેના પિતાથી અલગ એકલો રહે છે.જે સંચા મશીનના કારીગર તરીકે કામ કરી પોતાનું ભરણ પોષણ કરે છે. ગતરોજ મોડીં સાંજે મિઠ્ઠુ ઉર્ફે અજય પિયુષ પોઇન્ટ પાસેથી પોચાની એક્ટિવા બાઇક ઉપર લઇને પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન પહેલાથી જ વોચમાં રહેલા કેટલાક અજાયણ્યા ઇસમોએ અજય પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ચપ્પુ અને અન્ય તિક્ષ્ણ હથિયાર દ્વાર અજયને અસંખ્ય ઘા મારવામાં આવતા જીવ બચાવવા અજય નજીકની સોસાયટીમાં ઘૂસી ગયો હતો. જેથી હુમલાખોરો ભાગી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા અજયને સોસાયટીના રહિશોએ ૧૦૮ની મદદથી સિવિલ હોસ્ટિટલ ખાતે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે સ્થાનિક વિસ્તારોનાં સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.