યુવકોને ખેતી તરફ આકર્ષિત કરવા માટે બ્યુટી કોન્ટેસ્ટ આયોજીત કરાશે

(એજન્સી) પણજી,તા.૩
ગોવાના કૃષિમંત્રી વિજય સરદેસાઈએ યુવકોને ખેતી તરફ આકર્ષિત કરવા માટે એક અજીબોગરીબ નિવેદન આપ્યું છે. વિજય સરદેસાઈએ કહ્યું કે યુવકોને ખેતી કરાવવા માટે ધાન્યના ખેતરોમાં બ્યુટી કોન્ટેસ્ટ આયોજિત કરવામાં આવશે. વિજય વિધાનસભામાં આજે કૃષિવિભાગ માટે અનુદાનની માંગ પર જવાબ આપી રહ્યા હતા. વિજય સરદેસાઈ એ કહ્યું કે કૃષિને આકર્ષક વ્યવસાય બનાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરવો જોઈએ. એમણે કહ્યું કે આજની યુવા પેઢી ખેતી તરફ આકર્ષિત નથી હોતી. એમને લાગે છે કે આ વૃદ્ધ લોકોનો વ્યવસાય છે. કૃષિને અનુદાન આપવાની જરૂર છે.
મંત્રી વિજય સરદેસાઈએ કહ્યું કે જો આપ ચાહો તો ધાન્યના ખેતરોમાં બ્યુટી કોન્ટેસ્ટ આયજીત કરી શકીએ છીએ. યુવકોને આવવા દો. આપ આવું કરી શકો છો. યુવા પેઢીને કૃષિ તરફ આકર્ષિત કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરવો જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks