અકસ્માતમાં મોતને ભેટેલ યુવાનની લાશ ત્રણ કલાક પડી રહી

(સંવાદદાતા દ્વારા)
વાપી, તા.૧ર
વલસાડ જિલ્લામાં આવેલ ભીલાડ પોલીસ સ્ટેશનથી નરોલી ગામ તરફ જતાં ઝરોલી ગામ પ્રથમ પાડા પાસે મગન જયેશભાઈ ઘોડી મોટરસાઈકલ નં.જી.જે.૧પ બીએન-૬૧૦૮ લઈને ભીલાડથી પોતાના ગામ -નંદીગ્રામ જઈ રહ્યો હતો ત્યારે સામેથી ટેમ્પો જે ભીલાડ તરફ જતો હતો તે ટેમ્પોની સાથે ટક્કર લાગતા રોડ બનાવવા માટે રસ્તાની સાઈડ ઉપર રોડ ઉપર મૂકેલા પથ્થરોના ઢગલા ઉપર પડતાં માથું અથડાતાં સ્થળ ઉપર જ યુવાને પ્રાણ ત્યજી દીધા હતા અને પાછળ બેસેલ યુવાનને ૧૦૮માં સારવાર માટે દવાખાને લઈ ગયેલ. આ ઘટનાસ્થળે ૪.૩૦ વાગે તા.૧૧-૯-૧૭ના રોજ સાંજે બનાવ બન્યો અને પ.૩૦ વાગે એનસીપી માઈનોરિટી વલસાડ જિલ્લા પ્રમુખ અબ્દુલ મલિક અને લેબર સેલના જિલ્લા પ્રમુખ ઝકરીયા ખાન અકસ્માત સ્થળે પહોંચીને સહાયની કામગીરી કરેલ. ‘ગુજરાત ટુડે’ના પ્રતિનિધિએ સ્થળની મુલાકાત લેતાં અકસ્માતના સ્થળે રોડ ઉપર માર્ગ અને મકાન રોડ વિભાગના ખાતાની અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી રોડ ઉપર ઠેર-ઠેર મોટા પથ્થરોના ઢગલાઓ હતા અને એનસીપી તરફથી એક માસ પહેલા માર્ગ મકાન વિભાગને આવેદનપત્ર અપાયું હતું.
એક આદિવાસી નવયુવાન માર્ગ ખાતાની બેદરકારીને પગલે જે પથ્થરો પડેલ છે તેમાં ટેમ્પો સાથે અથડાતાં પડેલા પથ્થરો પર પટકાતા ગંભીર ઈજાથી મૃત્યુ પામ્યો. જેની માતા વિધવા છે આ આદિવાસી યુવાન ૪.૩૦ વાગે મૃત્યુ પામ્યો તેનું પંચનામું કરી તેની લાશ વરસાદની મોસમમાં રોડ ઉપરથી ૭.૩૦ વાગે ભીલાડ સરકારી દવાખાને પહોંચાડી. અકસ્માતનું સ્થળ ભીલાડથી નજીક હોવા છતાં આદિવાસી યુવાનના પરિવારજનો લાશ પાસે પ્રશાસનની મદદથી રાહ જોઈને બેસી રહ્યા છે. રેન્જ આઈજી હસમુખ પટેલે પોલીસને આદેશ કર્યો નેશનલ હાઈવે તથા માર્ગ મકાન વિભાગની ચૂકથી કોઈનું મોત થાય તો તે વિભાગ સામે પણ ફરિયાદ નોંધવી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts