National

અખિલેશનો ભાજપને પડકાર : એક એવો રોડ બતાવો જે તમે બનાવ્યો હોય જ્યાં IAFનું વિમાન ઉતરશે

(એજન્સી) ઇટાવા, તા.૧૫
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપને પડકાર આપતા કહ્યું કે, એક એવો રોડ બતાવો જે તમે કહી રહ્યા છો કે, તમે બનાવ્યો છે, જ્યાં ભારતીય વાયુસેનાનું વિમાન ઉતરશે. યાદવ ઇન્ડિયા ટુડેના માઈન્ડ રૉક્સ ઇવેન્ટમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાગ લીધો હતો. તેઓએ ઇન્ડિયા ટુડે અને આજતકના એડિટોરિયલ ડાયરેક્ટર રાહુલ કંવલ સાથે ચર્ચા કરી. પોતાની ચર્ચામાં અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપે દેશને નિરાશ કર્યો છે. યાદવે મોદી પર વ્યંગ કરતા કહ્યું કે, વડાપ્રધાન યુપીમાં આવે છે અને શિલાન્યાસ અને શિલાન્યાસ કરે છે. અખિલેશ યાદવે આગળ કહ્યું કે, મોદી કોરિયાના પીએમને જે મેટ્રોમાં લઈને નોયડા ગયા હતા, એ અમે બનાવી. જે સેમસંગ કંપનીનું ઉદ્‌ઘાટન કર્યું, તેની શરૂઆત અમે કરી. એક્સપ્રેસ-વે બનાવ્યો, જેમાં સૌથી ભારી વાહન એરફોર્સના ફાઈટર એરક્રાફ્ટ ઉતરી ગયા.
સપાના અધ્યક્ષ ભાજપની રાજનીતિ પર નિશાન સાધતાં કહ્યું કે, ભાજપે પેટ્રોલ-ડીઝલ પંપ પર પોતાની તસવીરો લગાવી દીધી. સાઈકલ પર ચલાવામાં ડીઝલ-પેટ્રોલ નથી લાગતું. સાઈકલમાં લેફ્ટ અને રાઈટ બંને સાઈડ ગિયર હોઈ શકે છે. અમે ગરીબો માટે સાઇકલ ટ્રેક બનાવ્યા અને અમીરો માટે એક્સપ્રેસવે બનાવ્યો.
અખિલેશે કહ્યું કે, યુપીના ચૂંટણી પરિણામો જુઓ, અહીંયા મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પોતાના વિસ્તારમાંથી હારી ગયા. ભાજપે જ્યાં પોતાની પ્રયોગશાળામાં માણસને માણસ સાથે લડાવ્યો, ત્યાં જ તેઓ હારી ગયા. આ કહે છે કે, એમએસપી આપી રહ્યા છે, બતાવો બટાકા અને મકાઈ માટે એમએસપી ક્યાં છે. તેઓએ ન તો નોકરીઓ આપી અને ન વિદ્યાર્થીઓને આપવામાં આવતા લેપટોપને પણ બંધ કરી દીધા.
વડાપ્રધાન પર આકરો હુમલો કરતા કહ્યું કે, સપા અધ્યક્ષે કહ્યું કે, આપણે નવા પીએમની જરૂર છે. જેનું કારણ તેમના બે મોટા નિર્ણયો છે. તેઓએ ૫૦૦-૧૦૦૦ના નોટ બદલાવી દીધા. કહ્યું ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જશે, ત્યાં લોકો લાઇનમાં લાગી લાગીને મરી ગયા. બેંકમાં બાળક પૈદા થયું, અમે તેનું નામ ખજાનચી રાખી દીધું. એના તો નસીબ ખુલી જવા જોઈએ, બતાવો બેંકની લાઈનમાં બાળક પૈદા થયો. રૂપિયો કાળો સફેદ નથી હોતો, લેવડ દેવડ થાય છે. અખિલેશે પૂછ્યું કે, ઉદ્યોગપતિ કેમ દેશ છોડી જઇ રહ્યા છે ? ૩૫ હજાર ઉદ્યોગપતિ ભારત છોડી ચાલ્યા ગયા. જે પૈસા લઈને જતા રહ્યા, તેનો જવાબ સરકાર નથી આપી શકતી. પીએમએ પ્રથમ દિવસે કહ્યું હતું કે, આતંકવાદ નાબૂદ થઈ જશે, ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જશે, હું જાણવા ઈચ્છું છું કે, શુ નાબૂદ થયું છે ?

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.