(એજન્સી) જેરૂસલેમ, તા.૧૪
ઈઝરાયેલી શહેર જેરૂસલેમના જૂના વિસ્તારોમાં ફાયરિંગની ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થવાના સમાચાર મળ્યા છે. ત્રણ બંદૂકધારિઓએ પોલીસને પણ નિશાન બનાવ્યા હતા. પોલીસના જણાવ્યાનુસાર સવારે ગોળીબારની ઘટનામાં સામેલ ત્રણેય હુમલાવર પોલીસની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર જેરૂસલેમના જૂના વિસ્તારોમાં ફાયરિંગ કર્યા બાદ ત્રણેય સંવેદનશીલ જગ્યાએ ભાગ્યા, જ્યાં પોલીસે તેમને ઘેરી મારી પાડ્યા. આ ઘટનામાં ત્રણ ઈઝરાયેલી નાગરિકો ઘાયલ થયા છે, જેમાંથી બે ઘાયલ છે, જે દરમિયાન ઈઝરાયેલી અધિકારીઓએ ઘોષણા કરી છે કે આજે મસ્જિદે અકસામાં જુમ્માની નમાઝ પઢવામાં આવશે નહીં. આ ઘટનાની સમગ્ર તપાસ થયા બાદ જ ક્ષેત્રમાં કોઈ પણ ગતિવિધિની અનુમતિ આપવામાં આવશે. અલ-અક્સા મસ્જિદ ઈસ્લામનું ત્રીજું પવિત્ર સ્થળ છે.
Facebook
0
Twitter
0