અલ-અકસા મસ્જિદની સુરક્ષા માટે તુર્કીના રાષ્ટ્રપતિની વિશ્વના તમામ મુસ્લિમોને અપીલ

(એજન્સી) અંકારા, તા.રપ
અલ-અકસા મસ્જિદમાં નવા માપદંડો અંગે ગત એક અઠવાડિયાથી ઈઝરાયેલી અને પેલેસ્ટીનીઓ વચ્ચે ચાલી રહેલ અથડામણ અંગે તુર્કીના રાષ્ટ્રપતિ એરદોગને વિશ્વના તમામ મુસ્લિમોને જેરૂસલેમમાં આવેલ ઈસ્લામના ત્રીજા પવિત્ર સ્થળ અલઅકસા મસ્જિદના રક્ષણ માટે એક થવા વિનંતી કરી હતી. રાષ્ટ્રપતિ એરદોગને અંકારામાં કહ્યું હું અહીંથી વિશ્વના તમામ મુસ્લિમોને અલ-અકસા મસ્જિદની મુલાકાત લેવા મસ્જિદ સુધી આવી શકતા એવા તમામ મુસ્લિમને મસ્જિદની રક્ષા કરવા અહીં મુલાકાત કરવા પ્રેરણા આપું છું. સમગ્ર વિશ્વના મુસ્લિમોને અરજ કરું છું. મંગળવારે નેતાઓ દ્વારા નિવેદન અપાયું કે અલ-અકસા મસ્જિદ એ જેવિસનું ટેમ્પલ માઉન્ટ છે. અરબ-ઈઝરાયેલી સંઘર્ષો વચ્ચે આ પવિત્ર સ્થળ મુસ્લિમો અને જેવીસ વચ્ચે હાલ મુખ્ય મુદ્દો બની ગયો છે. ૧૪ જુલાઈના રોજ ઈઝરાયેલી અધિકારીઓની હત્યા બાદ મસ્જિદમાં નવા માપદંડો જોરેલ ડિટેક્ટર્સ કેમેરાને પરત કાઢવા ઈઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામીન નેતાન્યાહૂની કેબિનેટે સોમવારની રાત્રે વોટ કરવામાં આવ્યા. ઈઝરાયેલી દળો પેલેસ્ટીનીઓ સાથે કથિતરૂપે વર્તી રહ્યા છે. ઈઝરાયેલનું કહેવું છે કે, આ નવા માપદંડો માત્ર સુરક્ષા હેઠળ લગાવવામાં આવ્યા છે તથા પ૦ વર્ષથી ઓછી વયના મુસ્લિમોને નમાઝ પઢવા શહેરમાં પ્રવેશતા અટકાવ્યા હતા. રવિવારે બન્ને જૂથોની અથડામણો વચ્ચે ચાર પેલેસ્ટીની તથા ત્રણ ઈઝરાયેલી વસાહતીઓના મોત થયા હતા. એરદોગને જે રીતે મુસ્લિમોને મસ્જિદની અંદર નમાઝ પઢવાને બદલે ગલીઓમાં નમાઝ પઢવા પર પણ ટીકા કરી હતી. આ ખરેખર અન્યાય છે.
જ્યાં સુધી મેટલ ડિટેક્ટર્સનો નાશ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. કેમેરા કાઢવામાં નહીં આવે ત્યાં સુધી દિન-પ્રતિદિન વિરોધકર્તાઓ વધતા જશે. મંગળવારે જેરૂસલેમની સુપ્રીમ ઈસ્લામિક કમિટીએ મુસ્લિમ શ્રદ્ધાળુઓ અને ઈઝરાયેલી દળો વચ્ચે ચાલી રહેલ અથડામણો અંગે બેઠક યોજી ગંભીર પગલાં લેવા નિર્ણય કર્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks