અલેપ્પોના નાગરિકોએ મદદ માટે પોકાર કરતા ‘ડેથ બુલેટીન્સ’ દુનિયાના અન્ય દેશોને મોકલ્યા • સીરિયાના પ્રમુખ અસાદનાં દળોએ વિદ્રોહીઓને ખદેડીને અલેપ્પોના ૯૦ ટકા ભાગ પર કબજો જમાવ્યો • વિખૂટા પડી ગયેલા ૧૦૦ જેટલાં બાળકો એક ઇમારતમાં ફસાયાં છે જેના પર સતત બોંબમારો ચાલી રહ્યો છે. • સંયુક્ત રાષ્ટ્રસંઘે સ્થિતિને સંપૂર્ણપણે માનવતા મરી પરવારી હોય એવી ગણાવી
(એજન્સી) અલેપ્પો તા.૧૩
સિરીયાના સરકારી દળોએ અલેપ્પો શહેર પર કબજો જમાવીને વિદ્રોહીઓને ખદેડી મૂકતા અલેપ્પોના નાગરીકોએ બહારની દુનિયા તરફથી મદદ માટેના પોકાર કરતા ભયાનક ડેથ બુલેટીન પોસ્ટ કર્યા હતા.શહેરના આતંકીત નાગરીકોએ ચોમેરથી સિરીયાઇ દળો દ્વારા શહેરને ઘેરાબંધી બાદ પોતાની કફોડી હાલત દર્શાવતી પોતાની જ વિડિયો ઉતારીને મોકલી છે.
એક ડોક્ટરે આ સ્થિતિને સર્વનાશક ગણઆવી હતી અને બીજાએ જણાવ્યુ છે કે આ કદાચ મારો અંતિમ વિડિયો હશે.પ્રમુખ બશર અલ-અસાદના દળોએ અલેપ્પોના ૮૨ જેટલા નાગરીકોની તેમના જ ઘરમાં ઠાર મારીને કત્લેઆમ ચલાવતા સંયુક્ત રાષ્ટ્રસંઘે આ યુદ્ધગ્રસ્ત શહેરમાં સ્થિતિને માનવતા મરી પરવારી સમાન ગણાવી હતી.
સિરીયાના આ ચોમેરથી ઘેરાયેલા શહેરમાં સ્થળ પર જ ગોળીબારમાં માર્યા ગયેલા લોકોમાં ૧૧ મહિલાઓ અને ૧૩ બાળકોનો સમાવેશ થાય છે જ્યારે ૧૦૦ જેટલા વિખુટા પડા ગયેલા બાળકો એક એવી ઇમારતમાં ફસાઇ ગયા છે કે જેની પર જબરદસ્ત હુમલો કરવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર સિરીયાના દળો દેશના આ બીજા યુદ્ધગ્રસ્ત શહેરનો પુનઃ કબજો લેવા માટે તૈયાર થઇ ગયા છે.માનવ અધિકાર જૂથ અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે આ ઘેરાબંધી પર વૈશ્વિક નિષ્ક્રિયતાને શરમજનક ગણાવી હતી.
સલાહ અસકર નામના એક નાગરીકે ઓનલાઇન પોસ્ટ કરેલા વિડિયોમાં અલેપ્પો પર પાશવી હુમલાનો અંત લાવવા દુનિયાના દેશોને અપીલ કરતા કેમેરામાં જણાવ્યુ હતુ કે પ્લિઝ…પ્લિઝ અલેપ્પોની વહારે આવો.એક અન્ય કર્મશીલ લેના સૈમે પોતે પણ નરસંહારના હુમલાની વચ્ચે હોવાનું જણાવીને પોતાનો આ અંતિમ વિડિયો છે એવુ ઉમેર્યુ હતુ.
અબ્દુલ કાફી અલ-હામદો નામના શિક્ષકે ઉમેર્યુ હતુ કે ઘણા લોકોને હાલ ઠાર મારવામાં આવી રહ્યા છે.તેમની મદદે કોઇ આવતુ નથી.તેમને તેમની સારવાર માટે કોઇ હોસ્પિટલ નથી.એક અન્ય વિડિયો ક્લિપમાં જણાવ્યુ હતુ કે અમારે સ્વતંત્રતા સિવાય બીજુ કઇ જોઇતુ ન હતુ.સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અધિકાર કાર્યાલયે જણાવ્યુ છે કે તેને એવા અહેવાલો મળ્યા છે કે પ્રમુખ બશર-અલ-અસાદના વફાદાર લશ્કરી દળોએ પૂર્વ અલેપ્પોમાં વિદ્રોહીઓના અંતિમ ગઢમાં પ્રવેશતાવેત ૮૨ નાગરીકોને ઠાર માર્યા હતા.
સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા બાનકી મુને અલેપ્પોમાં નાગરીકો વિરુદ્ધ અત્યાચારોના અહેવાલો પર ગંભીર ચિંતા વ્યક્ત કરરી છે. અલેપ્પોમાં સંપૂર્ણપણે વિનાશ સર્જાયો છે ્ને શેરીઓમાં બિનવારસી લાશો પડી છે.પ્રમુખ બશર-અલ-અસાદના વફાદાર સૈનિકોએ જણાવ્યુ હતુ કે તેમણે ૨૦૧૨થી જે પૂર્વ જિલ્લાઓ વિદ્રોહીઓના કબજામાં હતા તેમની પાસેથી ૯૦ ટકા વિસ્તાર તેમણે કબજે કરી લીધો છેૈ અને સંપૂર્ણ અલેપ્પો કબજે લેવાની તૈયારીમાં છે.
ઇન્ટરનેશનલ કમિટિ ઓફ રેડક્રોસે ચેતવણી આપી છે કે હજારો નાગરીકોના જીવ જોખમાં છે.તેમને બચાવવાની આ છેલ્લી તક છે.મધ્ય નવેમ્બરથી અલેપ્પો પર સરકારી દળોએ કરેલા હુમલામાં અત્યાર સુધીમાં ૪૧૫ નાગરીકો માર્યા ગયા છે અને પશ્ચિમ અલેપ્પોમાં વિદ્રોહીઓના ગોળીબારમાં બીજા ૧૩૦ નાગરીકો માર્યા ગયા છે.હજારો નાગરીકો પોતાનો જીવ બચાવવા જઇ શકે એવી કોઇ સલામત જગ્યા ઉપલબ્ધ નથી.જે ઇમારતમાં બાળકો ફસાયા છે એ ઇમારત પર સતત બોંબાર્ડિંગ ચાલી રહ્યુ છે.