(એજન્સી) અલ્હાબાદ, તા. ૧૨
અલ્હાબાદ હાઈકોર્ટે આજે એક ચુકાદામાં એવું કહ્યું કે ડેન્ટીસ્ટ કપલ નુપુર અને રાજેશ તલવારે તેમની સગીર પુત્રી આરૂષિ અને ઘરેલું નોકર હેમરાજની હત્યા કરી નથી. કોર્ટે આગ્રહપૂર્વક કહ્યું કે તલવાર દંપતિને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે. ૧૬મી મે ૨૦૦૮ના દિવસે આરૂષિ નોયડામાં જલવાયુ વિહારમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનું ગળુ કપાયેલુ હતુ. નોઈડાની વિશ્વવિખ્યાત દિલ્હી પબ્લિક સ્કૂલમાં ભણતી આરૂષિનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે હેમરાજનો મૃતદેહ પણ છત પરથી મળી આવ્યો હતો. સીબીઆઈએ કહ્યું કે તલવાર દંપતિના છુટકારાની વિરૂદ્ધમાં અપીલ કરતાં પહેલા આજના હાઈકોર્ટના ચુકાદાનું અધ્યયન કરવામાં આવશે.
૧૦ મુદ્દાઓ
૧. અલ્હાબાદ હાઈકોર્ટેના જજે કહ્યું સીબીઆઈ તલવાર દંપતિની સામે પર્યાપ્ત પુરાવાઓ એકત્ર કરવામાં નિષ્ફળ નીવડી. અગાઉ પરિસ્થિતિજન્ય સાંયોગિક પુરાવાઓને આધારે તેમને દોષી ઠેરવવામાં આવ્યાં હતા.
૨. ૨.૪૦ની આસપાસ અલ્હાબાદ હાઈકોર્ટના જજ આવ્યાં અને તેમણે ૧૦ મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ચુકાદો વાંચી સંભળાવ્યો હતો. ચુકાદો જાહેર કરવામાં આવ્યો ત્યારે તલવાર દંપતિ જેલમાં હતા. ચુકાદો જાહેર કરનાર જજે આજે કહ્યું કે તલવાર દંપતિને સંદેહનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.
૩. ૧૬મી મે ૨૦૦૮ના દિવસે આરૂષિ નોયડામાં જલવાયુ વિહારમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. બીજા દિવસે હેમરાજનો મૃતદેહ પણ છત પરથી મળી આવ્યો હતો.
૪. આરૂષી-હેમરાજ ડબલ મર્ડર કેસમાં અત્યાર સુધીમાં અનેક વળાંક, ઉલટફેર આવ્યાં છે. આ કેસમાં તલવાર દંપતિને દોષી ઠેરવવામાં આવ્યા હોવા છતાં પણ હજુ પણ આ કેસ રાષ્ટ્ર માટે એક રહસ્યમયી કોયડા સમાન રહ્યો છે.
૫. ૨૦૧૩ અને ત્યાર બાદ ૨૦૧૫માં તલવાર દંપતિની ધરપકડ કરવામાં આવી કોર્ટે તેમને દોષી જાહેર કર્યાં અને આજીવન કારાવાસની સજા સંભળાવી. સીબીઆઈ આરોપીઓ માટે ફાંસી ઈચ્છતી હતી.
૬. ૨૦૧૦માં સીબીઆઈએ કહ્યું કે તલવાર દંપતિની સામે કોઈ પુરાવાઓ ન હોવાથી સીબીઆઈ કેસ બંધ કરી દેવા માંગે છે પરંતુ સીબીઆઈ કોર્ટે કેસ બંધ કરવાનો ઈન્કાર કરી દીધો અને સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને ચાર્જશીટમાં ફેરવી નાખ્યો.
૭. સીબીઆઈ તપાસ સંભાળનાર એપી સિંહે કહ્યું કે અમારી તપાસમાં ઘણી ખામીઓ હતી તેથી અમે કેસ બંધ કરી દીધો. તેમણે કહ્યું કે આજનો ચુકાદો ભલે કહેતો હોય કે તલવાર દંપતિ હત્યારા નથી પરંતુ તેમની સામે કોઈ નક્કર પુરાવા નથી.
૮. તલવાર દંપતિને દોષી ઠેરવનાર કોર્ટે સીબીઆઈ દ્વારા અપાયેલા સાંયોગિક પુરાવાઓને સ્વીકાર્યાં હતા.
૯. પોલીસે એવો આક્ષેપ કર્યો હતો કે પુત્રી આરૂષિની નોકર હેમરાજ સાથે બેડરૂમમાં વાંધાજનક હાલતમાં જોતાં તલવાર દંપતિએ મગજ ગુમાવ્યો હતો અને ગુસ્સામાં તેમણે આરૂષિ-હેમરાજની હત્યા કરી નાખી હતી.જોકે પોલીસ આ દાવાના સમર્થનમા કોઈ પુરાવા રજૂ કરી શકી નહોતી.
૧૦. તલવાર દંપતિએ મીડિયામાં તેમની કસોટીને વિચ હન્ટ (આદુ ખાઈને પાછળ પડવું) ગણાવી હતી. તેમણે વારંવાર તપાસમાં સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી.